‘યુરોપના દેશો જ શાંતિ સમજૂતી નહીં થવા દે’ પુતિનના વિદેશ મંત્રીએ ટ્રમ્પના વખાણ કરી EU પર સાધ્યું નિશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia Slams European Countries : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોના નેતાઓ પર નિશાન સાધ્યું છે. ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોના નેતાઓને લઈને ગઈકાલે (18 ઓગસ્ટ) અમેરિકા પહોંચ્યા હતા અને ટ્રમ્પ સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું ઝેલેન્સ્કીને આશ્વાસન આપ્યું છે.
‘યુરોપની શાંતિ સમજૂતી નહીં, માત્ર યુદ્ધવિરામની વાતો’
આ પહેલા અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકો બાદ રશિયન વિદેશ મંત્રીએ ટ્રમ્પના વખાણ કરવાની સાથી યુરોપિયન દેશો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, ટ્રમ્પ રશિયા-યુક્રેન વચ્ચે લાંબાગાળાની શાંતિ સમજૂતી કરાવવા માંગે છે, જોકે યુરોપીયન દેશો માત્ર યુદ્ધવિરામ કરાવવાની વાતો કરી રહ્યા છે.
રશિયન વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી
સર્ગેઈ લાવરોવે રશિયન સમાચાર એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અલાસ્કામાં ટ્રમ્પ-પુતિન (US President Donald Trump And Russia President Vladimir Putin) વચ્ચે શાનદાર બેઠક યોજાઈ હતી. આ જોતા એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પ અને તેમની ટીમ ઈમાનદારીથી યુદ્ધ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે. ટ્રમ્પ લાંબા સમય માટેનું, ટકાઉ અને વિશ્વસનીય પરિણામ ઈચ્છે છે.’
રશિયન વિદેશ મંત્રીએ યુરોપિયન દેશો પર ગંભીર આક્ષેપ
લાવરોવે ટ્રમ્પ-ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)ની બેઠકનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે, રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી થઈ શકે છે, તેથી યુદ્ધવિરામની જરૂર નથી. પુતિન પણ શાંતિ સમજૂતી ઈચ્છે છે, પરંતુ યુરોપ તેવું ઈચ્છતો નથી. યુરોપિયન નેતાઓ યુક્રેનને હથિયારોનો પુરવઠો આપતા રહે તે માટે તેઓ માત્ર યુદ્ધવિરામની વાતો કરી રહ્યા છે’








