World

VIDEO: મેક્રોનને કાનમાં પુતિનનો પ્લાન જણાવી રહ્યા હતા ટ્રમ્પ, માઈકમાં કેદ થઈ ગઈ વાતચીત, વીડિયો વાઈરલ

By GS TEAM
19 Aug 20252 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે 18 ઓગસ્ટના રોજ સોમવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સહિત યુરોપિયન યુનિયનના અનેક નેતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. બંધબારણે યોજાયેલી આ બહુપક્ષીય બેઠક પહેલાં અજાણતાં જ ટ્રમ્પે મોટો ખુલાસો કરી દીધો છે. તેમનો ફ્રાન્સના પ્રમુખ ઈમ્યુનલ મેક્રોન વચ્ચેની વાતચીતનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પુતિનની યોજના વિશે જણાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: મેક્રોનને કાનમાં પુતિનનો પ્લાન જણાવી રહ્યા હતા ટ્રમ્પ, માઈકમાં કેદ થઈ ગઈ વાતચીત, વીડિયો વાઈરલ

Trump Multilateral Meeting With EU Leaders: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે 18 ઓગસ્ટના રોજ સોમવારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સહિત યુરોપિયન યુનિયનના અનેક નેતાઓ સાથે મહત્ત્વની બેઠક યોજી હતી. બંધબારણે યોજાયેલી આ બહુપક્ષીય બેઠક પહેલાં અજાણતાં જ ટ્રમ્પે મોટો ખુલાસો કરી દીધો છે. તેમનો ફ્રાન્સના પ્રમુખ ઈમ્યુનલ મેક્રોન વચ્ચેની વાતચીતનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં તેઓ પુતિનની યોજના વિશે જણાવી રહ્યા છે.

ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર, ફ્રાન્સ પ્રમુખ ઈમ્યુનલ મેક્રોન, ઈટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફિનિશ પ્રમુખ એલેકઝેન્ડર સ્ટબ, નાટો સેક્રેટરી જનરલ માર્ક રૂટ અને ઈયુ હેડ ઉસ્રુલા વોન સાથે બેઠક યોજી હતી. જેમાં યુક્રેન માટે સુરક્ષા ગેરેંટી અને યુદ્ધ સમાપ્તિના વલણો પર ચર્ચા થઈ હતી.



ટ્રમ્પની વાત હોટ માઈકમાં કેદ

બેઠકની પહેલાં એક હોટ માઈકમાં ટ્રમ્પની વાત અજાણતા રેકોર્ડ થઈ હતી. ટ્રમ્પ ફ્રાન્સના પ્રમુખ મેક્રોન સાથે વાત કરી રહ્યા હતા કે, 'મને લાગે છે કે, રશિયાના પ્રમુખ એક ડીલ કરવા માગે છે. મને લાગે છે કે, મારા માટે તેમની પાસે એક ડીલ છે.  તમે સમજો છો? આ કંઈક રમૂજી છે.' ટ્રમ્પ અને મેક્રોન વચ્ચેની આ વાતનો વીડિયો વાઈરલ થયો છે. જે સંકેત આપે છે કે, પુતિન પણ યુદ્ધવિરામ ઈચ્છે છે. પુતિન પણ આ શાંતિ કરાર માટે તૈયાર છે. 

શુક્રવારે પુતિન સાથે કરી હતી બેઠક

ટ્રમ્પે આ બહુપક્ષીય બેઠક પહેલાં ગત શુક્રવારે રશિયાના પ્રમુખ પુતિન સાથે બેઠક કરી હતી. આ બેઠક સકારાત્મક રહી હોવાના સંકેતો આપ્યા છે. પુતિને વિવિધ શરતો પર યુદ્ધવિરામ કરવા તૈયાર છે. ટ્રમ્પે તે દરમિયાન જણાવ્યું હતું કે, હું અને પુતિન ઘણા મુદ્દાઓ પર સહમત થયા છીએ. જો કે, જ્યાં સુધી કોઈ ડીલ ન થાય ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાશે નહીં.

બહુપક્ષીય બેઠક પણ સકારાત્મક રહી

ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓ સાથે યોજાયેલી બહુપક્ષીય બેઠક પણ સકારાત્મક રહી છે. ઝેલેન્સ્કીએ આ બેઠક અંગે જણાવ્યું હતું કે, યુક્રેનની સુરક્ષાની ગેરેંટી પર ચર્ચા થઈ છે. યુક્રેન અમેરિકા પાસેથી 90 અબજ ડોલરના હથિયારો ખરીદશે.