‘અમેરિકા વિરુદ્ધ કોઈ ષડયંત્ર નથી, ટ્રમ્પ મજાક કરી રહ્યા છે', US રાષ્ટ્રપ્રમુખને રશિયાનો સીધો જવાબ
China-America Controversy : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનમાં યોજાયેલી સૈન્ય પરેડને લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ટ્રમ્પે દાવો કર્યો છે કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ભેગા મળીને અમેરિકા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય ગરમાવો આવ્યો છે અને ખાસ કરીને રશિયા તરફથી આ અંગે તાત્કાલિક પ્રતિક્રિયા આપવામાં આવી છે.
અમેરિકા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યા નથી : રશિયા
ટ્રમ્પના નિવેદનને રશિયાએ મજાક ગણાવી છે. ક્રેમલિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉશાકોવે રશિયન સરકારી ટેલિવિઝન પર કહ્યું છે કે, ‘અમને લાગે છે કે ટ્રમ્પ મજાક કરી રહ્યા હતા. પુતિન, જિનપિંગ અને કિમ જોંગ ઉન ભેગા થઈને અમેરિકા વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચી રહ્યા નથી અને તેમના મનમાં પણ આવો કોઈ વિચાર આવ્યો નથી.’
આ પણ વાંચો : ઈન્ડોનેશિયામાં ફરી ફૂડ પોઈઝનિંગની મોટી ઘટના, શાળાનું ભોજન ખાધા બાદ 400 બાળકો બીમાર
ચીનની સૈન્ય પરેડમાં આવ્યા હતા પુતિન-કિમ જોન ઉન
ચીન દ્વારા બેઇજિંગના થિયાનમેન સ્ક્વેર પર યોજાયેલી ભવ્ય સૈન્ય પરેડમાં રશિયા અને ઉત્તર કોરિયાના નેતાઓને ખાસ આમંત્રણ અપાયું હતું. આ પરેડ બીજા વિશ્વ યુદ્ધના અંતની યાદગીરીમાં યોજાઈ હતી અને તેમાં ચીનની આધુનિક સૈન્ય તાકાતનું પ્રદર્શન થયું હતું. આ ઈવેન્ટમાં જિનપિંગે ચેતવણી આપી હતી કે, વિશ્વને શાંતિ અને યુદ્ધ બંનેમાંથી એક પસંદ કરવાનું છે.
ટ્રમ્પ શું બોલ્યા હતા ?
ચીનમાં જિનપિંગ (China President Xi Jinping), પુતિન (Russia President Vladimir Putin) અને કિમ જોન ઉન(North Korea Supreme Leader Kim Jong Un)ને એક જોઈ ટ્રમ્પ (US President Donald Trump) ટેન્શનમાં આવી ગયા હતા અને તેમણે જિનપિંગને ઇતિહાસ યાદ કરાવી કહ્યું હતું કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ ચીનને વિદેશી આક્રમણકારોથી મુક્ત કરવામાં મહત્ત્વપૂર્ણ મદદ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ યુદ્ધમાં અનેક અમેરિકી સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ચીને તેમના બલિદાનનું સન્માન કરવું જોઈએ. હું બિલકુલ ચિંતિત નથી. અમારી પાસે વિશ્વની અત્યાર સુધીની સૌથી મજબૂત સેના છે. તેઓ ક્યારેય અમારા પર તેમની સેનાનો ઉપયોગ કરશે નહીં.’
આ પણ વાંચો : CAAની છેલ્લી તારીખ લંબાવાઈ, 2024 સુધીમાં ભારત આવેલા અલ્પસંખ્યક ભારતમાં રહી શકશે