Get The App

આગ સાથે રમી રહ્યા છે ટ્રમ્પ? યુક્રેનને ટોમહોક મિસાઇલ આપવાની ચીમકી, રશિયા લાલઘૂમ

Updated: Oct 14th, 2025

GS TEAM

Google News
Google News
આગ સાથે રમી રહ્યા છે ટ્રમ્પ? યુક્રેનને ટોમહોક મિસાઇલ આપવાની ચીમકી, રશિયા લાલઘૂમ 1 - image

Russia Ukraine War: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, જો રશિયા યુદ્ધનો અંત નહીં લાવે તો અમેરિકા યુક્રેનને લાંબા અંતરની ટોમાહોક મિસાઇલનો સપ્લાય કરશે. ટ્રમ્પના આ નિવેદન પર રશિયાએ પ્રતિક્રિયા આપતાં ચેતવણી જાહેર કરી છે. રશિયાના પૂર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના વર્તમાન ઉપાધ્યક્ષ દમિત્રી મેદવેદેવે ઍલર્ટ આપ્યું છે કે, અમેરિકાનું આ પગલું તમામ માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. 

દમિત્રી મેદવેદેવે જણાવ્યું કે, રશિયાની અંદરના વિસ્તારોમાં હુમલા માટે યુક્રેનને ટોમહોક ક્રૂઝ મિસાઇલનો સપ્લાય તમામ માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. રશિયાની મેસેન્જર એપ મેક્સ પર એક પોસ્ટ મારફત મેદવેદવેએ જણાવ્યું કે, ટોમહોક ક્રૂઝ મિસાઇલની સપ્લાય કોઈના માટે સારો સાબિત નહીં થાય. ટોમહોકના ન્યુક્લિયર પરમાણુ સંસ્કરણ અને પરંપરાગત સંસ્કરણ વચ્ચે તફાવત કરવો અશક્ય છે, અને તેમના પ્રક્ષેપણને યુએસ દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.

ક્રેમલિને પણ મેદવેદેવને આપ્યું સમર્થન

મેદવેદેવની પોસ્ટનો જવાબ આપતાં ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સહમતિ દર્શાવી હતી કે, ટોમહોક મિસાઇલો લોન્ચ કરવા માટે અમેરિકન નિષ્ણાતોની દખલગીરીની જરૂર પડશે, તેથી કિવને આવી મિસાઇલોનો સંભવિત સપ્લાય ગંભીર પરિણામો લાવી શકે છે. પત્રકારો સાથે વાત કરતાં પેસ્કોવે કહ્યું કે, આવી અત્યાધુનિક મિસાઇલોના સંચાલનમાં અમેરિકન નિષ્ણાતોની ભાગીદારીની જરૂર પડશે. આ એક સ્પષ્ટ હકીકત છે. આ મુદ્દાથી પરિચિત કોઈપણ નિષ્ણાત આ અંગે સારી રીતે સમજી શકે છે.

આ પણ વાંચોઃ રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાન માટે ટ્રમ્પે આ દેશના નેતાના નામની ભલામણ કરી, ઝેલેન્સ્કી સાથે પણ કરશે બેઠક

રશિયન લશ્કરી નિષ્ણાત મિખાઇલ ખોડાર્યોનોકે સરકાર દ્વારા નિયંત્રિત વેસ્ટિએફએમ રેડિયો સાથે વાત કરતાં કહ્યું કે અમેરિકન ટોમહોક ક્રૂઝ મિસાઇલોને સોવિયેત સમયથી અમેરિકન પરમાણુ શસ્ત્રો તરીકે નિયુક્ત કરવામાં આવી છે અને તેના પ્રક્ષેપણથી રશિયાની મિસાઇલ વિરોધી સંરક્ષણ પ્રણાલીમાંથી સ્વચાલિત પ્રતિક્રિયા શરુ થાય છે.

અમે સંભવિત નુકસાન ઘટાડવા પગલાં લઈશુંઃ પુતિન

પુતિને આ સંદર્ભે કહ્યું કે, ટોમહોક ક્રૂઝ મિસાઇલો અમેરિકન્સ દ્વારા છોડવામાં આવશે અને રશિયાની અંદર ટાર્ગેટ કરાશે. સંભવિત નુકસાન ઘટાડવા માટે અમે અમારી હવાઈ સંરક્ષણ પ્રણાલીને મજબૂત બનાવીશું, પરંતુ અમેરિકાનું આ પગલું અમારા સંબંધોને વધુ નુકસાન પહોંચાડશે, જે પહેલાંથી જ વણસેલા છે.

ટોમહોક ક્રૂઝ મિસાઇલ

ટોમહોકને અમેરિકાની સૌથી ખતરનાક મિસાઇલો પૈકી એક છે. આ ક્રૂઝ મિસાઇલ તમામ યુએસ યુદ્ધ જહાજો પર તૈનાત છે. ટોમહોક મિસાઇલની સૌથી વિશિષ્ટ વિશેષતા એ છે કે તે રડાર અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓથી બચવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલ તેના લક્ષ્યને સચોટ રીતે પ્રહાર કરી શકે છે અને 2,000 કિલોમીટર દૂરથી છોડી શકાય છે. આ મિસાઇલને હવામાં પણ માર્ગદર્શન આપી શકાય છે, એટલે કે જો તે તેની સ્થિતિ બદલે તો તે લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને તેનો નાશ કરી શકે છે. તેના પરમાણુ અને પરંપરાગત સંસ્કરણોને ઓળખવા અત્યંત મુશ્કેલ છે.

આગ સાથે રમી રહ્યા છે ટ્રમ્પ? યુક્રેનને ટોમહોક મિસાઇલ આપવાની ચીમકી, રશિયા લાલઘૂમ 2 - image

Tags :