Get The App

રશિયા-યુક્રેન યુદ્ધ: શાંતિ વાતાઘાટો માટે તૈયાર થયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રાખી મોટી શરત

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
રશિયા-યુક્રેન યુદ્ધ: શાંતિ વાતાઘાટો માટે તૈયાર થયા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, રાખી મોટી શરત 1 - image
Image Source: IANS

Russia-Ukraine War: ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે રશિયાએ રવિવારે (20 જુલાઈ, 2025) મોટું પગલું ભર્યું છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે કહ્યું કે, 'રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન સાથે શાંતિ વાતાઘાટો કરવા માટે તૈયાર છે. પરંતુ રશિયા પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.'

તેમણે કહ્યું કે, 'રાષ્ટ્રપતિ પુતિને અનેક વખત યુક્રેનની સાથે કરારને જલ્દીથી જલ્દી શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે, આ એક લાંબી પ્રક્રિયા છે, તેના પર ઘણી વધારે મહેનત કરવાની જરૂર છે. સાથે જ એટલું સરળ પણ નથી. પરંતુ અમારું લક્ષ્ય સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે અને અમારા માટે પોતાના લક્ષ્યો હાંસલ કરવાનો સૌથી મોટો ઉદ્દેશ્ય છે.'

આ પણ વાંચો: અમેરિકા અને નાટોની નારાજગી વચ્ચે પણ પુતિન આવશે ભારત, જાણો તેમનો એજન્ડા શું?

અમેરિકન રાષ્ટ્રપતિને લઈને શું બોલ્યા રશિયન અધિકારી?

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'દુનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ક્યારેક ક્યારેક આકરા અને નકામા નિવેદનની આદત પડી ગઈ છે.' જો કે, ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેઓ રશિયા સાથે યુક્રેનને લઈને શાંતિ કરાર કરવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે.

નવા તબક્કાની વાતચીતના પ્રસ્તાવ બાદ રશિયાએ ભર્યું પગલું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે ગત મહિને જૂનની શરૂઆતમાં શાંતિ વાતાઘાટો અટકી ગયા બાદ આગામી અઠવાડિયે નવા તબક્કાની વાતચીતનો પ્રસ્તાવ રખાયો હતો.

આ પણ વાંચો: રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી

અમેરિકન રાષ્ટ્રપતિએ ગત અઠવાડિયે રશિયાને આપી હતી ધમકી

ત્યારે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સોમવારે (14 જુલાઈ, 2025) યુક્રેન માટે નવા અને વધુ હથિયાર મદદ મોકલવાની શરૂઆત કરી. આ સિવાય ટ્રમ્પે રશિયાને એ ધમકી પણ આપી હતી કે જો આગામી 50 દિવસોમાં મોસ્કો યૂક્રેન સાથે શાંતિ કરાર માટે તૈયાર નહીં થાય તો રશિયાની નિકાસને ખરીદનારાઓ પર પણ પ્રતિબંધ લગાવી દઈશું.

Tags :