રશિયાએ 10 લાખ ભારતીયોને નોકરી માટે બોલાવ્યા! મેટલ, મશીન ઇન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શનમાં મળશે કામ
Russia Recruitment : રશિયા શ્રમિકોની ભારે અછતનો સામનો કરી રહ્યો છે, જેના કારણે તેણે 10 લાખ ભારતીયોને નોકરી માટે બોલાવ્યા છે. રશિયાના મેટલ, મશીન ઈન્ડસ્ટ્રી અને કન્સ્ટ્રક્શન જેવા સેક્ટરમાં ભારે અછત હોવાના કારણે તે મોટાપાયે ભરતી કરી રહ્યું છે. તમામ સેક્ટરોમાં અછતના કારણે રશિયાની ભારત પર નજર પડી છે અને તે 2025ના અંત સુધીમાં ભારતના લગભગ 10 લાખ લોકોને નોકરીએ રાખી શકે છે.
રશિયામાં શ્રમિકોની અછત, ભારતના લોકો પર નજર
મીડિયા રિપોર્ટ મુજબ, રશિયાની કેટલીક મોટી કંપનીઓ ઈચ્છે છે કે, ભારતથી આવનારા લોકો મેટલ ફેક્ટ્રીયો, મશીનો બનાવતી ઈન્ડસ્ટ્રી અને કંસ્ટ્રક્શન કામમાં સામેલ થાય. રશિયામાં વિદેશીઓને નોકરી આપવાની યોજનાની શરૂઆત પણ થઈ ચુકી છે. કેટલાક ભારતીયોએ રશિયામાં જઈને કામ પણ શરૂ કરી દીધું છું. મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવા શહેરોમાં ભારતીયોની પ્રથમ બેંચ મોકલવામાં આવી છે અને અહીં તેમની ટ્રેનિંગ પણ શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો : કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
4000 ભારતીયોએ અરજી કરી
રિપોર્ટ મુજબ, લગભગ 4000 ભારતીયોએ અરજી કરી હતી, જેમાંથી કેટલાકે કલિનિનગ્રાહ શહેરમાં કામ શરૂ કરી દીધું છે. રશિયામાં અનેક કંપનીઓ ભારતમાં કેમ્પ લગાવીને શ્રમિકોની ભરતીઓ કરી રહી છે. માત્ર ભારત જ નહીં, રશિયા શ્રીલંકા અને ઉત્તર કોરિયા જેવા દેશોમાંથી પણ શ્રમિકોને કામ રાખી રહી છે. આવનારા સમયમાં ભારત અને રશિયા વચ્ચે ખાસ સમજૂતી કરાર થઈ શકે છે. ભારતીયોને રશિયા મોકલતા પહેલા ભારતમાં જ ભાષા અને મશીન સંબંધિત ટ્રેનિંગ મળી શકે તે માટે ભારતમાં જ સુવિધા શરૂ થઈ શકે છે. ભારત માટે આ તક રોજગાર માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે. ભારતની તુલનાએ રશિયામાં સારો પગાર પણ મળી શકે છે. જો કોઈ ભારતીય રશિયન ભાષા જાણતો હશો અને તેમાં ટેકનિકલ સ્કિલ હશે તો તેને ત્યાં સારી તક મળી શકે છે.
આ પણ વાંચો : વિમાનના ચાલુ એન્જીનના પાંખીયામાં ફસાવાથી વ્યકિત કપાયો