વિમાનના ચાલુ એન્જીનના પાંખીયામાં ફસાવાથી વ્યકિત કપાયો, એરપોર્ટ પર બની હતી વિચિત્ર ઘટના
ઇટાલીના મિલાન બર્ગામો એરપોર્ટના ટેકસી વે પર અકસ્માત
૩૫ વર્ષનો મૃતક વ્યકિત કોઇ વિમાનનો પ્રવાસી પણ ન હતો
મિલાન,૯ જુલાઇ,૨૦૨૫,બુધવાર
છેલ્લા કેટલાક સમયથી વિમાન અકસ્માત અને ઇમરજન્સી લેન્ડિંગનું પ્રમાણ વધી ગયું છે. વિમાન દુર્ઘટનાથી લોકો ટેન્શનમાં આવી જાય છે. ઇટાલીના મિલાનમાં એક વ્યકિત વિમાનના એન્જીનના શકિતશાળી પંખામાં આવી આવી જતા મુત્યુ થયું હતું. મંગળવારે સવારે મિલાન બર્ગામો એરપોર્ટના ટેકસી વે પર વિમાનના એન્જીનમાં વ્યકિત ફસાઇ જતા દોડાદોડ થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એક વ્યકિત રનવે પર દોડી રહયો હતો ત્યારે વોલોટિયા એરબસ એ૩૧૯ના માર્ગ પર આવી ગયો હતો. આ વિમાન સ્પેનના ઓસ્ટુરિયસ માટે ટેક ઓફ થવામાં હતું. ઇન્ડિપેન્ડન્ટમાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર લગભગ ૩૫ વર્ષનો મૃતક વ્યકિત કોઇ વિમાનનો પ્રવાસી પણ ન હતો અને એરપોર્ટનો કર્મચારી પણ ન હતો. આ માણસ કોઇ પણ રીતે બિન અધિકૃત પ્રવેશ કરવામાં સફળ રહયો હતો.
મંગળવારે સવારે ૧૦.૨૦ વાગે બનેલી દુખદ ઘટનાથી એરપોર્ટ પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આવ અનયુઝવલ રીતે ટર્મિનલ પર પહોંચી ગયો હતો. પોતે કારમાં બેસીને એરપોર્ટ સુધી આવ્યો હતો. સુરક્ષા દ્વારને ખોલીને સુધો બળજબરીથી વિમાન પાર્કિગ ક્ષેત્ર તરફ દોરાઇ ગયો હતો. વ્યકિતનો ઇરાદો શું હતો અને કેવી રીતે રન વે પર દોડતો થઇ ગયો તેની તપાસ ચાલું છે.