પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં, યુક્રેન પર 420 ડ્રોન સાથે ભીષણ હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia vs Ukrain War Updates : યુક્રેને જણાવ્યું હતું કે જિનિવામાં અમેરિકા દ્વારા યોજાનારી શાંતિ મંત્રણા પૂર્વે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. લગભગ 420 ડ્રોન અને 39 બેલિસ્ટિક મિસાઇલ સાથે આ હુમલો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈનું નિધન તો થયું નથી, પરંતુ બાળકો સહિત ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેને પ્રતિનિધિઓ મંત્રણાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રશિયા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. રશિયાએ યુક્રેનના આઠ પ્રાંતમાં મુખ્યત્વે તેના ઊર્જા માળખાને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત ડઝનથી પણ વધુ લોકોને ઇજા થઈ હતી.
ઝેલેન્સ્કીએ અત્યંત વિપરીત વાતાવરણણાં પણ શાંતિ મંત્રણા ચાલુ રાખવાના ટ્રમ્પના પ્રયત્નોની પ્રશંસા કરી હતી અને આભાર માન્યો હતો. અમેરિકાની મધ્યસ્થીથી પ્રેરિત રશિયા-યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણા જારી છે, પરંતુ રશિયા જેના પર દાવો કરે છે તે યુક્રેનિયન પ્રાંતને લઇને મડાગાંઠ સર્જાઈ છે. આ મુદ્દે બંને પક્ષમાંથી કોઈપણ નમતુ જોખવા તૈયાર નથી.
ઝેલેન્સ્કી પર રશિયાના પ્રમુખ પુતિન સાથે સીધી વાતચીત કરવા દબાણ કરવામાં આવ્યું હતું અને જણાવાયું હતું કે સામસામે બેસીને સીધી વાતચીત કરવાથી હકારાત્મક નીવેડો આવી શકે છે, પરંતુ ક્રેમલિને જ તેના માટેનો ઇન્કાર કરી દીધો હતો. તેમણે યુક્રેનના પ્રમુખને તેમને ત્યાં આમંત્રણ આપવાનો જ ઇન્કાર કરી દીધો છે. વોશિંગ્ટને યુદ્ધ છતાં પણ એક વર્ષથી ચાલતી મંત્રણાને બંધ થવા દીધી નથી, બીજી બાજુ રશિયાએ હુમલા પણ બંધ કર્યા નથી.
યુક્રેન અને યુરોપીયન સત્તાવાળાઓ પુતિન પર વારંવાર શાંતિ મંત્રણા ખોરવી નાખવાનો આરોપ લગાવતા રહ્યા છે. તેમને આશા છે કે અમેરિકા દ્વારા લગાવવામાં આવનારા વધારે પ્રતિબંધ રશિયાની આગેકૂચને અટકાવી શકશે. રશિયાએ યુક્રેનના મૃત્યુ પામેલા 1000 સૈનિકોના મૃતદેહ પરત કર્યા છે તો બદલામાં તેમના ૩૫ સૈનિકોના મૃતદેહ પરત મેળવ્યા છે. જો કે બંને દેશોએ જણાવ્યું હતું કે આ આપલે ક્યારે થઈ છે. ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે રશિયાએ કીવ અને દનિપ્રોપેટ્રોવ્સ્ક પ્રાંતમાં ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વીજ સબસ્ટેશનો પર હુમલા કર્યા હતા. યુક્રેનિયન વિદેશ પ્રધાને પશ્ચિમી દેશોને યુક્રેનને હજી વધુ લશ્કરી સહાય પૂરી પાડવા વિનંતી કરી હતી.રશિયાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે તેમણે યુક્રેનના 17 ડ્રોન તોડી પાડયા છે. જ્યારે યુક્રેન રશિયાના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રકચરને લક્ષ્યાંક બનાવી રહ્યું છે.
યુદ્ધ વિરામ પછી પણ ઇઝરાયેલનાં સતત હુમલા
ઇઝરાયેલનાં હુમલામાં બે પેલેસ્ટિયનોનાં મોત : પાંચ ઘાયલ
Gaza Attack : ગુરૂવારે ગાઝા શહેરનાં પૂર્વમાં ઇઝરાયેલનાં હુમલામાં ઓછામાં ઓછા બે પેલેસ્ટિયન નાગરિકોનાં મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે તેમ અલ અહલી હોસ્પિટલના ડાયરેક્ટર ફાદેલ નઇમે એક નિવેદનમાં જણાવ્યું છ. આ હુમલા અંગે ઇઝરાયેલની સેનાએ કોઇ પ્રતિક્રિયા આપી નથી.
10 ઓક્ટોબરે યુદ્ધ વિરામ અમલમાં આવ્યા પછી પણ ઇઝરાયેલનાં ઘાતક હુમલાઓએ વારંવાર તેમાં અવરોધ ઉભો કર્યો છે. પેલેસ્ટિયનોનાં વધતા મોતને કારણે ગાઝામાં ઘણા લોકો એવું કહેવા લાગ્યા છે કે યુદ્ધ અવિરત ચાલુ રહ્યું છે.
ઇઝરાયેલની સેનાએ ગુૃરૂવારે જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝામાં સૈનિકોએ એક પેલેસ્ટિયનને મારી નાખ્યો હતો. આ પેલેસ્ટિયને ઇઝરાયેલના કબજાવાળા વિસ્તારને અલગ કરતી લાઇનને પાર કરી હતી.
સીઝફાયર અમલમાં આવ્યા પછી આવા વિસ્તારોમાં આવું ગોળીબાર સામાન્ય વાત બની ગઇ છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે તેમણે જે વ્યકિતને ઠાર માર્યો છે તે એક આતંકવાદી હતો અને સૈનિકો માટે ખતરો હતો.
સેનાનાં નિયમો અનુસાર નામ ન આપવાની શરતે એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે લાઇનની આસપાસ મારવામાં આવેલા પેલેસ્ટિયનોનાં મોટા ભાગનાં કેસો અંગે વાત કરતા આવો જ દાવો કરવામાં આવે છે પછી ભલે તેમાં નાના બાળકો સહિત સામાન્ય લોકોનાં મોત થયા હોય.
કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સનાં એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૫માં અન્ય કોઇ પણ વર્ષની સરખામણીમાં વધારે પત્રકાર અને મીડિયા કર્મીઓનાં મોત થયા છે. ૨૦૨૫માં ઓછામાં ઓછા ૧૨૯ પત્રકાર અને મીડિયા કર્મચારીનાં મોત થયા છે. જેમાં બે તૃતિયાંશ ઇઝરાયેલ દ્વારા મારવામાં આવ્યા છે.








