Get The App

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 1 - image

Russia-Ukraine War : રશિયાએ રવિવારે યુક્રેન પર ડ્રોન અને મિસાઈલો વડે મોટો હવાઈ હુમલો કર્યો છે, જેમાં રાજધાની કીવને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે.

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 2 - image

શહેરના અનેક સ્થળોએ હુમલા

કીવ શહેર પ્રશાસનના વડા તૈમૂર તકાચેન્કોએ જાનહાનિની પુષ્ટિ કરી કહ્યું કે, ‘રશિયન સેનાએ રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યું છે. તાજેતરના હુમલામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના 12 વર્ષની બાળકી પણ સામેલ છે.’

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 3 - image

કીવના મેયર વિટાલી ફ્લિટ્સ્કોએ કહ્યું કે, ‘આખી રાત હુમલા થયા છે, જેમાં રહેણાંક બિલ્ડિંગો, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય સુવિધા અને કિંડરગાર્ટનને ટાર્ગેટ કરાયા છે. અમને 20થી વધુ સ્થળોએ નુકસાન થયા હોવાની માહિતી મળી છે.’

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 4 - image

જાપોરીજ્જિયા વિસ્તારના પ્રમુખ ઈવાન ફેડોરોવે કહ્યું કે, ‘અમારા વિસ્તારમાં થયેલા હુમલામાં 27 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણ બાળકો સામેલ છે. બે દઝનથી વધુ બિલ્ડિંગોને પણ નુકસાન થયું છે.’

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 5 - image

566 ડ્રોન અને 45 મિસાઈલો તોડ્યાનો યુક્રેનનો દાવો

યુક્રેનની વાયુ સેનાએ કહ્યું કે, ‘રશિયાએ 595 ડ્રોન અને 48 મિસાઈલો ઝિંકી છે. અમે તેમાંથી 566 ડ્રોન અને 45 મિસાઈલોને તોડી પાડી છે. રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે, કીવ ઉપરાંત, ઝાપોરિઝિયા, ખલેમનિત્સકી, સુમી, માયકોલાઈવ, ચેર્નિહાઈવ અને ઓડેસા વિસ્તારોને પણ ટાર્ગેટ કરાયા છે. દેશમાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે.

PHOTO : રશિયાએ યુક્રેન પર 595 ડ્રોન, 48 મિસાઈલો ઝિંકી, અનેક બિલ્ડિંગોને નુકસાન, પોલેન્ડ એલર્ટ 6 - image

પોલેન્ડ એલર્ટ, સૈન્ય તૈયાર રાખ્યું

આ હુમલાને પગલે પડોશી દેશ પોલેન્ડમાં પણ સૈન્ય પ્રતિક્રિયાઓ શરૂ થઈ હતી. પોલેન્ડના સશસ્ત્ર દળોના જણાવ્યા મુજહ, રશિયાએ પશ્ચિમી યુક્રેનમાં હુમલો કર્યા બાદ પોલેન્ડની સરહદ પર ફાઈટર જેટ તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ‘ભારત અમારું ગાઢ મિત્ર, તેમની વિદેશ નીતિનું સન્માન’ દબાણ કરતા અમેરિકાને રશિયાનો સણસણતો જવાબ