Get The App

શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્રોન ઍટેક, તૂર્કિયેમાં થશે પુતિન અને ઝેલેન્સ્કીની બેઠક

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
શાંતિ વાર્તા પહેલા રશિયાનો યુક્રેન પર ડ્રોન ઍટેક, તૂર્કિયેમાં થશે પુતિન અને ઝેલેન્સ્કીની બેઠક 1 - image


Russia-Ukraine War Update: રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે હવે એર શાંતિ કરાર થવાની સંભાવના છે. રશિયાએ યુદ્ધ ખતમ કરવા સાથે જોડાયેલી વાતચીત કરવાનો નિર્ણય લીધો છે. અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે, વ્લાદિમીર પુતિન અને ઝેલેન્સ્કી 15 મેના દિવસે તૂર્કિયેના ઈસ્તંબુલમાં શાંતિ વાર્તા માટે મળશે. તેમનું માનવું છે કે, આ બેઠકના સારા પરિણામ સામે આવી શકે છે. 

બેઠકમાં મળશે સારા પરિણામઃ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે 12 મેની એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 'મને લાગે છે કે, ગુરુવારે તૂર્કિયેમાં રશિયા અને યુક્રેન વચ્ચે થનારી બેઠકમાં સારા પરિણામ મળી શકે છે. મને લાગે છે કે, બંને દેશોના નેતા ત્યાં હશે. હું પણ ત્યાં જવાનું વિચારી રહ્યો હતો પરંતુ, ગુરુવારે મારી એક બીજી મીટિંગ પણ છે.' જો કે, તેમણે સંભાવના વ્યક્ત કરી કે, આ બેઠકમાં સામેલ થવા તે તૂર્કિયે જઈ શકે છે. 

આ પણ વાંચોઃ યુકેમાં રહેવું હોય તો અંગ્રેજી આવડવી જ જોઈએ, 10 વર્ષે મળશે નાગરિકતા: નિયમો બદલાયા

ગુરુવારની બેઠક મહત્ત્વપૂર્ણઃ ઝેલેન્સ્કી

યુક્રેનના રાષ્ટ્ર પ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે, ‘હું ઈસ્તંબુલ જઈશ અને રશિયાના પ્રમુખ પુતિનને હું ત્યાં મળવાનો પડકાર ફેંકું છું.’

બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રાલયે આ વાતનો કોઈ સંકેત નથી આપ્યો કે, પુતિન આ પ્રસ્તાવને સ્વીકાર કરશે કે નહીં. જો કે, ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારની બેઠક ખૂબ જ મહત્ત્વની છે. હું તેના પર ખૂબ જ ભાર મૂકું છે. મને લાગે છે કે, તેના સારા પરિણામ આવશે. હું ટ્રમ્પના વિચારોનું સ્વાગત કરું છું અને ટ્રમ્પના તૂર્કિયેની બેઠકમાં સામેલ થવાના વિચારનું સમર્થન કરું છું.'

યુક્રેન પર 100 ડ્રોન હુમલા

યુક્રેનની વાયુસેનાએ સોમવારે કહ્યું કે, 'રશિયાએ રાત્રે હુમલામાં યુક્રેન પર 100થી વધારે શાહેદ અને ડિકૉય ડ્રોન હુમલા કર્યા હતા. રશિયાએ 30 જ દિવસમાં યુદ્ધવિરામનો આ રીતે ખુલ્લેઆમ ભંગ કરતા વિશ્વ ચોંકી ગયું છે.' યુક્રેનના સૈન્ય જનરલ સ્ટાફે કહ્યું કે, 'સોમવારે રાત્રે 10 વાગ્યા સુધી જ્યારે યુદ્ધવિરામ લાગુ થઈ શકતું હતું, ત્યારથી અડધી રાત સુધીમાં રશિયન સેના સાથે 133 વખત ઘર્ષણ થઈ ચૂક્યું હતું.'

આ પણ વાંચોઃ કતારનો રાજવી પરિવાર ટ્રમ્પને બોઈંગ 747-8 જમ્બો જેટ ભેટ આપશે, જાણો અમેરિકન પ્રમુખ તે સ્વીકારી શકે કે નહીં

યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર પ્રદર્શન

યુક્રેન અને પોલેન્ડના અધિકારીઓએ કહ્યું કે, પોલેન્ડના દેખાવકારોએ સોમવારે મુખ્ય સરહદની ક્રોસિંગ નજીક એક ડ્રોન રોક્યું હતું, જે 2023ના વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે. એ વખતે પોલેન્ડે યુક્રેનની કૃષિ આયાત અને પરિવહન કંપનીઓ સાથે અન્યાયી સ્પર્ધાનો દાવો કર્યો હતો. બાદમાં ઉગ્ર વિરોધ ત્યારે શરુ થયો હતો જ્યારે રશિયાના આક્રમણના જવાબમાં યુરોપિયન યુનિયને યુક્રેનના ટ્રાન્સપોર્ટરો પર સરહદી સંચાલનના પ્રતિબંધો દૂર કરી દીધા હતા. 





Tags :