Get The App

યુક્રેન પર રશિયાની સૌથી મોટી એરસ્ટ્રાઈક: પહેલી વખત કેબિનેટ બિલ્ડિંગ પર હુમલો, કીવ પર 800 ડ્રોન છોડ્યા

Updated: Sep 7th, 2025

GS TEAM

Google News
Google News
યુક્રેન પર રશિયાની સૌથી મોટી એરસ્ટ્રાઈક: પહેલી વખત કેબિનેટ બિલ્ડિંગ પર હુમલો, કીવ પર 800 ડ્રોન છોડ્યા 1 - image


Russia Ukraine War: યુદ્ધવિરામ માટે ચાલી રહેલા પ્રયાસો વચ્ચે, રશિયાના યુક્રેનની રાજધાની કિવ પર શ્રેણીબદ્ધ હુમલાઓ ચાલુ જ છે. વર્તમાન માહિતી અનુસાર, રશિયાએ સેકડો ડ્રોન હુમલા કર્યા છે. આ હુમલામાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા છે અને 11 ઘાયલ થયા છે. 800થી વધુ ડ્રોન વડે આ વખતે હુમલો કરાયાની માહિતી સામે આવી રહી છે. રશિયા દ્વારા યુક્રેન પર આ સૌથી મોટા હુમલાઓ પૈકી એક છે. 

યુક્રેનિયન અધિકારીઓએ આજે રવિવારે આ અંગે માહિતી આપી હતી. કિવ શહેર વહીવટીતંત્રના વડા તૈમૂર તકાચેંકોએ જણાવ્યું હતું કે મૃતકોમાં એક વર્ષનું બાળક પણ સામેલ હતું. બચાવ કાર્યકરો દ્વારા તેનો મૃતદેહ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. રશિયાના ડ્રોન હુમલાના કારણે કિવની એક સરકારી ઇમારતમાં પણ આગ લાગી હતી.

રહેણાંક ઈમારત પર કર્યો હુમલો

કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કો અનુસાર, રશિયન ડ્રોન વડે સ્વિયાતોશિન્સ્કી અને ડાર્નિત્સ્કી જિલ્લામાં સ્થિત એક રહેણાંક ઈમારત પર હુમલો થયો હતો. જેના લીધે જાનમાલને નુકસાન થયુ હતું. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધવિરામની વાટઘાટો વચ્ચે રશિયા દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલો ચાલુ છે. 



આ પણ વાંચોઃ 'અત્યાચાર સહન નહીં કરીએ...' ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી, અમેરિકન્સ માર્ગો પર ઊતર્યા

ટ્રમ્પ સહિત વિવિધ દેશોનો પ્રયાસ

રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાડા ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલાં યુદ્ધનો અંત લાવવા અમેરિકા, યુરોપ સહિત વિવિધ દેશો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાલમાં જ બંને દેશોના વડા સાથે અલગ-અલગ બેઠક યોજી શાંતિ મંત્રણા માટે અપીલ કરી હતી. પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. રશિયા પોતાની શરતો પર યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છે. જ્યારે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અમુક શરતો સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. 



1300થી વધુ ડ્રોન હુમલા

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ એક દિવસ પહેલાં જ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બરના પ્રથમ છ દિવસમાં જ રશિયાએ 1300થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા. તદુપરાંત 900 ગાઈડેડ હવાઈ બોમ્બ અને 50થી વધુ મિસાઈલ હુમલા કર્યા હતા. રશિયાની સેનાએ યુક્રેનના પૂર્વીય પ્રાંત ડોનેસ્ટકમાં માર્કોવની વસાહત કબજામાં લીધી છે. બીજી તરફ યુક્રેને રશિયાની રાયઝન ઓઈલ રિફાઈનરીમાં હુમલો કર્યો હતો. 


યુક્રેન પર રશિયાની સૌથી મોટી એરસ્ટ્રાઈક: પહેલી વખત કેબિનેટ બિલ્ડિંગ પર હુમલો, કીવ પર 800 ડ્રોન છોડ્યા 2 - image

Tags :