રશિયા અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી! જો સુનામી આવશે તો ભારત સુધી અસર થશે
Baba Vanga Prediction on Russia Earthquake: નાસ્ત્રેદમસ અને બાબા વેંગા એવા નામ છે જેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ મોટાભાગે સાચી પડી છે. તેમણે દેશ અને દુનિયાના લોકો, નેતાઓ, કુદરતી આપત્તિઓ, યુદ્ધ અને બીજી ઘણી બાબતે ભવિષ્યવાણીઓ કરી હતી જે અનેક વર્ષો બાદ પણ સાચી પડી રહી છે.
બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને કરી હતી ભવિષ્યવાણી
બાબા વેંગાએ વર્ષ 2025ને લઈને અમુક ભવિષ્યવાણીઓ કરી હતી, જેની ચર્ચા અત્યારે થઈ રહી છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ અનુસાર યુરોપમાં એક વિનાશકારી યુદ્ધની શરુઆત થશે. જેના પરિણામ સ્વરૂપ મહાદ્વીપની મોટાભાગની વસતી નષ્ટ થઈ જશે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓને સાચી માનીએ તો 2025માં રશિયા સંપૂર્ણ દુનિયા પર રાજ કરશે. રશિયા-યુક્રેનની વચ્ચે ચાલુ સંઘર્ષની વચ્ચે આ પ્રકારની શક્યતાઓને અસ્થિર માનવામાં આવી રહી છે. તેમણે 2025માં ઘણી વિનાશકારી કુદરતી આપત્તિઓની પણ ભવિષ્યવાણી કરી છે જે અનુસાર અમેરિકાના પશ્ચિમી કિનારે ભૂકંપ આવશે અને ઘણી નિષ્ક્રિય જ્વાળામુખીઓ ફાટવાની પણ શક્યતા છે.
રશિયા અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી!
રશિયાના કામચટકામાં 8.7 - 8.8ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો છે. આ ભૂકંપના કારણે અમેરિકાથી લઈને જાપાન સુધી સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અલાસ્કા અને કામચટકા દ્વીપકલ્પમાં અમેરિકા-રશિયાના પરમાણુ ઠેકાણાઓ પણ આવેલા છે. આ ઘટનાને પગલે જાપાનમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટ ખાલી કરાવી લેવાયું છે. જો જાપાનમાં સુનામી આવે છે, તો તેની અસર ભારતના અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ સુધી પણ થવી સ્વાભાવિક છે. આ ક્ષેત્રમાં એક દિવસ પહેલાં જ ભૂકંપ આવ્યો હતો.
જો સુનામી આવશે તો ભારત સુધી અસર થશે
તેમજ રશિયામાં 8.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદથી અનેક દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. રશિયા, જાપાન અને અમેરિકા ત્રણેય દેશોમાં સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. જાપાનમાં 16 જગ્યાએ સુનામીએ દસ્તક આપી છે. આ દરમિયાન સમુદ્રમાં 40 સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. ઈશિનોમાકી પોર્ટ પર સમુદ્રમાં પચાસ સે.મી. ઊંચા મોજા જોવા મળ્યા હતા. જાપાનના હોક્કાઈદોમાં પણ સુનામીની લહેરો જોવા મળી હતી. એવામાં જો જાપાનમાં સુનામી આવે છે, તો તેની અસર ભારતના અંદામાન-નિકોબાર દ્વીપ સમૂહ સુધી પણ થવી સ્વાભાવિક છે.
જો જાપાનમાં સુનામી આવશે તો ભારત સુધી અસર થઈ શકે છે
બાબા વેંગાની ભૂકંપ અંગે ભવિષ્યવાણી હતી કે વર્ષ 2025-2026 દરમિયાન ભૂકંપ આવશે, તેમજ લોકોને પૂર જેવી કુદરતી આફતનો સામનો કરવો પડશે તથા ભીષણ ભૂકંપથી પ્રલયની શરુઆત થઈ શકે છે. બાબા વેંગાએ ભયાનક ભૂકંપ અને યુરોપમાં મોટા સૈન્ય સંઘર્ષની પણ ભવિષ્યવાણી કરી હતી. આ એક સંયોગ છે કે એક ભવિષ્યવેત્તાએ આ કુદરતી આફતો વિશે ઘણા સમય પહેલા ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પડી છે.
આ પણ વાંચો: ઈઝરાયલને મોટો ઝટકો! દુનિયા પર 'રાજ' કરી ચૂકેલો દેશ પેલેસ્ટાઈનને માન્યતા આપવા તૈયાર
કોણ છે બાબા વેંગા?
બાબા વેંગાનું મૂળ નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું, તે બલ્ગેરિયાના એક રહસ્યવાદી અને ભવિષ્યવેત્તા મહિલા તરીકે જાણીતા હતા. તેમનો જન્મ 31 જાન્યુઆરી, 1911ના રોજ થયો હતો અને 11 ઑગસ્ટ, 1996ના રોજ તેમનું અવસાન થયું.
નાનપણમાં એક ભયાનક તોફાનને કારણે બાબા વેંગાએ પોતાની આંખોની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. એવું મનાય છે કે આ ઘટના પછી તેમને ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ.
તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી ભવિષ્યવાણીઓ કરી હતી. તેમના અનુયાયીઓ માને છે કે તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સાચી પડી છે. આમાં બીજા વિશ્વયુદ્ધ, ચેર્નોબિલ દુર્ઘટના, 9/11ના હુમલા અને પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ જેવી મોટી અને વૈશ્વિક ઘટનાઓનો સમાવેશ થાય છે.