Get The App

BIG NEWS: રશિયા બદલો લેવા યુક્રેન પર તૂટી પડ્યું, 500 ડ્રોન અને 20 મિસાઇલથી હુમલો

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: રશિયા બદલો લેવા યુક્રેન પર તૂટી પડ્યું, 500 ડ્રોન અને 20 મિસાઇલથી હુમલો 1 - image
Image Twitter 

Russia Drone Attacks on ukraine: રશિયા અને યુક્રેનની વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં ગઈ કાલની રાત યુક્રેન માટે ખૂબ જ ભયાનક રહી હતી. જ્યારે રશિયાએ યુક્રેન પર 479 ડ્રોન અને 20 મિસાઇલો દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. યુક્રેની વાયુસેનાએ કહ્યું કે, આ હુમલામાં ખાસ કરીને દેશના મધ્ય અને પશ્ચિમ વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા યુક્રેને રશિયાની એરબસને નિશાન બનાવી હતી, અને ત્યાર બાદ કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો : અમેરિકામાં હવે ટામેટાં બાદ ઈંડા દ્વારા ખતરનાક બેક્ટેરિયા ફેલાયો, ખાદ્ય સુરક્ષા સામે સવાલ ઊઠ્યાં

યુક્રેનની વાયુસેનાએ દાવો કર્યો છે કે, તેમાંથી 277 ડ્રોન અને 19 મિસાઇલોને હવામાં જ તોડીને નષ્ટ કરવામાં આવી હતી. યુક્રેનના દાવા મુજબ 10 ડ્રોન અને મિસાઇલો પોતાના લક્ષ્ય સુધી પહોંચી શક્યા હતા. હુમલામાં એક શખ્ય ઘાયલ થયો છે. જો કે,યુક્રેનના દાવાની કોઈ પણ રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.

યુક્રેનને બચવા માટે એર ડિફેન્સની જરુરીયાત

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ મોરચા પર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. જો કે તેમણે રશિયા દ્વારા થઈ રહેલા હુમલાથી થતાં નુકસાન અંગે વધુ માહિતી નહોતી આપી. યુક્રેનને તેના પશ્ચિમી સહયોગીથી, ખાસ કરીને એર ડિફેન્સ સિસ્ટમની જરુરીયાત છે, પરંતુ અમેરિકાની નીતિને લઈને અનિશ્ચિતતાના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. 

આ પણ વાંચો : ઈઝરાયલની કાર્યવાહી : જહાજમાં રાહત સામગ્રી લઈને ગાઝા જતી ગ્રેટા થનબર્ગને અટકાયતમાં લીધી

પુતિનની સેનાએ યુક્રેની મિસાઇલોને તોડી પાડ્યાનો દાવો

આ દરમિયાન રશિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, તેમણે તેમના પ્રદેશના સાત ભાગમાં 49 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા છે. રશિયાના વોરોનેઝ વિસ્તારમાં 25 ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જેના કારણે ગેસ પાઇપલાઇનને નુકસાન પહોંચ્યું અને ત્યાં આગ લાગી ગઈ હતી. બે યુક્રેનિયન ડ્રોન મોસ્કોથી 600 કિલોમીટર પૂર્વમાં સ્થિત રશિયન પ્રદેશ ચુવાશિયામાં ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો.

Tags :