Get The App

VIDEO: રોહિત શર્માની નવી ટેસ્લા કારનો વીડિયો વાઇરલ, વાંચો ઇલોન મસ્કે શું કહ્યું

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: રોહિત શર્માની નવી ટેસ્લા કારનો વીડિયો વાઇરલ, વાંચો ઇલોન મસ્કે શું કહ્યું 1 - image

Rohit Sharma in Tesla : ઇન્ડિયન ક્રિકેટર રોહિત શર્મા હાલમાં ફરી ચર્ચામાં છે. આ વખતે તે તેની બેટને કારણે નહીં, પરંતુ તેની બ્રાન્ડ ન્યૂ ટેસ્લા કારને કારણે. રોહિત શર્માએ હાલમાં જ નવી ટેસ્લા મોડલ Y કાર ખરીદી છે. તે હાલમાં જ સીએટ ક્રિકેટ અવોર્ડ્સ શોમાં મુંબઈમાં આ કારમાં જોવા મળ્યો હતો. એ સમયે તેની હાજરીને કારણે સોશિયલ મીડિયા પર તે છવાઈ ગયો છે. આ વીડિયો ઇલોન મસ્ક સુધી પહોંચી ગયો છે.

એક સ્ટારની સ્ટાઇલિશ કારમાં વાઇરલ મોમેન્ટ

રોહિત શર્માની સ્ટાઇલિશ કારમાં એન્ટ્રી એક સેલિબ્રિટી મોમેન્ટ હતી. ટેસ્લા માટે આ એક ઓર્ગેનિક માર્કેટિંગ થઈ ગઈ છે. આ વિષે એક ફેન દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી કે ‘આજ કારણ છે કે ટેસ્લા દ્વારા એડવર્ટાઇઝ કરવાની જરૂર નથી પડતી. રોહિત શર્માએ હાલમાં જ મોડલ Y કાર ખરીદી છે.’ રોહિત શર્માના 45 મિલિયન ફોલોઅર્સ છે અને તેની આ એક ડ્રાઇવને કારણે તે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

ઇલોન મસ્ક દ્વારા આ વીડિયોને રિટ્વિટ કરવામાં આવતાં જ ટેસ્લા માટે એ સેન્ચુરી બની ગઈ હોય એવું લાગે છે. સેલિબ્રિટી જ્યારે પણ કાર ખરીદે છે ત્યારે તેની અસર કેટલી પડે છે એ આ દ્વારા જોઈ શકાય છે. રોહિત શર્માની કાર ખરીદવી ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ દુનિયાભરમાં કાર કંપની પર અસર પડી રહી છે.

VIDEO: રોહિત શર્માની નવી ટેસ્લા કારનો વીડિયો વાઇરલ, વાંચો ઇલોન મસ્કે શું કહ્યું 2 - image

કારનો નંબર છે ફેવરિટ

રોહિત શર્મા દ્વારા તેની ટેસ્લાને એક ઇમોશનલ ટચ આપ્યો છે. આ કારની નંબર પ્લેટ MH01FB3015 છે. રોહિત શર્માની દીકરી સમાયરાનો જન્મદિવસ 2018ની 30 ડિસેમ્બર છે. તેમ જ બાળક અહાનનો જન્મદિવસ 2024ની 15 નવેમ્બર છે. આથી રોહિત શર્માએ બન્ને બાળકોના જન્મદિવસનો નંબર લીધો છે. આથી તેણે તેની લક્ઝરી કારને એક ઇમોશનલ ટચ પણ આપ્યો છે.

રોહિત શર્મા પાસે કઈ કઈ કાર છે?

રોહિત શર્માનો કાર પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. એક વાર તેના ભાઈ કાર પર સ્ક્રેચ પાડી લાવ્યો હતો ત્યારે તેણે જાહેરમાં તેના પર ગુસ્સો કર્યો હતો. તેની પાસે મર્સિડીઝ બેન્ઝ G-ક્લાસ, BMW 7 સિરીઝ, ઓડી Q7 અને રેન્જ રોવર છે. હવે તેણે તેના ગેરેજમાં ટેસ્લાનો પણ સમાવેશ કર્યો છે. તેની પાસે તેની ફેવરિટ બ્લૂ લેમ્બોર્ઘિની ઉરુસ પણ છે. એનો નંબર 264. આ નંબર તેનો વન-ડેમાં હાઇએસ્ટ છે અને એથી તેણે એ નંબર લીધો હતો. આ કારને તેણે હાલમાં જ ડ્રીમ11ના કેમ્પેઈન હેઠળ તેના એક ફેનને ગિફ્ટ કરી હતી.

આ કેમ્પેઈન પરથી એક એડ પણ બનાવવામાં આવી છે. એમાં તેનો ફેન તેની લેમ્બોર્ઘિની ઉરુસ લઈને જાય છે અને રોહિત શર્મા ત્યાર બાદ રિક્ષામાં આવે છે. આ કેમ્પેઈન ખૂબ જ વાઇરલ થયું હતું. રોહિત શર્માએ તેની ચાર કરોડની કાર ગિફ્ટ કરી દીધી હતી. જોકે ડ્રીમ11 તેને એ માટે પૈસા ચૂકવવામાં આવ્યા હોય તો નવાઈ નહીં.

ઓસ્ટ્રેલિયા સામે મળશે

જોવા વન-ડે ક્રિકેટમાંથી કેપ્ટન પદેથી રાજીનામું આપ્યા બાદ તે ટેસ્લા સાથે પહેલીવાર જાહેરમાં જોવા મળ્યો છે. ઓક્ટોબર 19-25માં ભારત ઓસ્ટ્રેલિયામાં ત્રણ મેચની વન-ડે સિરીઝ રમવાનું છે. આ મેચમાં તેની સાથે વિરાટ કોહલી પણ જોવા મળશે. આ સિરીઝમાં શુભમન ગિલ કેપ્ટન હશે. રોહિત અને વિરાટ સ્પેશિયલ બેટ્સમેન તરીકે મેચ રમશે.

આ પણ વાંચો: ચેટજીપીટી પાસે વધુ સારી રીતે કામ કરાવવું છે, તો આ કમાન્ડનો ઉપયોગ કરો…

ભારતમાં ટેસ્લાની એન્ટ્રી

ટેસ્લા દ્વારા ભારતમાં 2025ની જુલાઈમાં એન્ટ્રી કરવામાં આવી હતી. આ કારની કિંમત 59.89 લાખ રૂપિયાથી શરૂ થઈને 69.15 લાખ રૂપિયા સુધીની છે. રોહિત શર્મા જે જગ્યાએ રહે છે ત્યાં ટેસ્લા માટે ખૂબ જ સારી જગ્યા છે કારણ કે ત્યાં ઘણાં બધા સુપરચાર્જર સ્ટેશન છે.