mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

રેસ્ટોરેન્ટમાં કેક કાપવાના પણ પૈસા, 100-200 નહીં પરંતુ 1300 રુપિયા, પુછ્યું તો જવાબ મળ્યો કાંઈક આવો

આ કામ કરવા માટે વેઈટરને 25 મિનિટનો સમય લાગ્યો હતો: રેસ્ટોરેન્ટ મેનેજર

કેક નાની હતી પરતું તેને કાપીને 10 લોકોને પીરસવા માટે ઘણી મહેનત કરવી પડી હતી

Updated: Sep 18th, 2023

રેસ્ટોરેન્ટમાં કેક કાપવાના પણ પૈસા, 100-200 નહીં પરંતુ 1300 રુપિયા, પુછ્યું તો જવાબ મળ્યો કાંઈક આવો 1 - image
Image Envato 

તા. 18 સપ્ટેમ્બર 2023, સોમવાર 

સામાન્ય રીતે રેસ્ટોરેન્ટમાં વિવિધ પ્રકારના ચાર્જ વસુલવામાં આવતા હોય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આ કિસ્સો ખૂબ અલગ અને દિલચસ્પ છે. જેને સાંભળી તમે પણ ચોકી જશો. વાત એમ છે કે એક શખ્સ તેની બર્થડે પાર્ટી ઉજવવા મહેમાનો સાથે એક રેસ્ટોરેન્ટમાં ગયો હતો. જમવાનો ઓર્ડર કર્યા પછી કેક કાપવામાં આવી. તે દરમ્યાન કેકને મહેમાનોને પીરસવા માટે વેઈટરને બોલાવ્યો હતો. અને તેને કહેવામાં આવ્યું કે, કેક 9 મહેમાનોને પીરસી દો. અને કહેવા પ્રમાણે વેઈટરે બધાને પીરસી હતી. 

આખો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો

આટલા સુધી તો વાત બરોબર હતી, પરંતુ જ્યારે બીલ સામે આવ્યું ત્યારે તેને જોઈને દરેકનો ગુસ્સો આસમાને પહોચી ગયો હતો. કારણ કે તેમાં કેક કાપવાના પણ પૈસા લખ્યા હતા. ત્યાર બાદ આખો મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. 

કેક કાપીને મહેમાનોમાં પીરસવાના 16 ડોલર, ભારતીય 1300 રુપિયા 

વાસ્તવમાં આ મામલો ઈટલીનો છે. ફેબિયો બ્રેગોલાટો નામના એક શખ્શે હાલમાં જ તેના પરિવારજનો- મિત્રો સાથે જન્મ દિવસની પાર્ટી કરવા માટે પિનો ટોરિનીઝમાં એક રેસ્ટોરેન્ટમાં ગયા હતા. જ્યા માત્ર જમવાનું મળતું હતું, ત્યાં કેક ન મળતાં બહારથી મંગાવવામાં આવી હતી. કેક કાપ્યા પછી તેને પરોસવા માટે વેઈટરને કહેવામાં આવ્યું હતું. જે બાદ બીલ આવતાં તેમા 16 ડોલર એટલે ભારતીય 1300 રુપિયા કેક કાપવાના લખ્યા હતા. જેને જોઈને શખ્સ ગુસ્સો થયો હતો.

કેક પીરસવાના ચાર્જ બાબતે રેસ્ટોરેન્ટનો અજીબોગરીબ જવાબ 

રેસ્ટોરેન્ટનો જવાબ સાંભળી લોકોને પસંદ નહોતો આવ્યો. તેમણે કહ્યું કે કેક નાની હતી પરતું તેને કાપીને 10 લોકોને પીરસવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વેઈટર કેકને કાપવા માટે રસોડામાં લઈ ગયો હતો અને ઘણી મહેનત પછી તેમાથી 10 ટુકડા કર્યા હતા. આ સાથે તેને 10  ટુકડાને અલગ પ્લેટમાં રાખી પીરસવામાં આવી હતી. આ કામ કરવા માટે વેઈટરને 25 મિનિટનો સમય લાગ્યો હતો. તેથી આ સમય દરમ્યાન અમે તેની પાસે કોઈ જ કામ કરાવી શક્યા નહોતા. અને આવો ચાર્જ દરેક લોકો પાસેથી લેવામાં આવે છે. આ અગાઉ પણ એક પરિવાર પાસેથી કેકના 20 ટુકડા કરવાના 22 ડોલરનો ચાર્જ વસુલ કર્યો હતો.   


Gujarat