રેમડેસિવરથી કોરોના દર્દીઓનો મૃત્યુદર ઘટ્યો, ગિલિયડનો દાવો
ન્યુયોર્ક, 11 જુલાઇ 2020 શનિવાર
અમેરિકન બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડ સાયન્સએ દાવો કર્યો છે કે એન્ટિવાયરલ ડ્રગ રિમેડેસિવરના ઉપયોગથી કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે. કંપનીએ એમ પણ કહ્યું હતું કે આ ડ્રગના ઉપયોગથી દર્દીઓની રિકવરીની ગતિ પણ પહેલા કરતા ઝડપથી વધી છે. કંપનીના સંશોધનકારોએ આ અંગેનો આંકડો પણ જાહેર કર્યો છે.
ગિલિયડનાં સંશોધકોએ જણાવ્યું હતું કે તેઓ 312 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કર્યું છે જેઓ ચેપગ્રસ્ત થયા પછી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જ્યારે, સમાન લાક્ષણિકતાઓ અને રોગની તીવ્રતાવાળા 818 દર્દીઓનું અલગથી પરીક્ષણ કરવામાં આવ્યું.
ડેટાના વિશ્લેષણમાં દર્શાવવામાં આવ્યું છે કે રેમડેસિવરનો ડોઝ લેનારા દર્દીઓમાંથી 74.4 ટકા લોકો 14 દિવસની અંદર સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે આ ડ્રગ વિના સારવાર લઇ રહેલા દર્દીઓની આંકડા 59.0 ટકા રહ્યા. 14 દિવસમાં રેમડેસિવર દવા લેતા દર્દીઓનો મૃત્યુ દર પણ 7.6% રહ્યો. જો કે, તેના વિના સારવાર કરાવી રહેલા દર્દીઓનો મૃત્યુ દર 12.5% હતો.
કંપનીના વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે મૃત્યુદરમાં ઘટાડોની પુષ્ટિ કરવા માટે વધુ અભ્યાસની જરૂર છે. ગિલિયડ સાયન્સિસના ચીફ મેડિકલ ઓફિસર મરદાદ પર્સીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ રોગચાળાની તાકીદને સમજવા માટે અમે અમારા રિસર્ચ ડેટાને વહેંચી રહ્યા છિએ, જેછી રેમડેસિવરના પ્રભાવો વિશેની માહિતી આપી શકાય.