World

બલુચિસ્તાનમાં એક શહેર ઉપર વિપ્લવીઓનો ટોટલ કંટ્રોલ : પોલીસ સ્ટેશન ઉડાડયું : શસ્ત્રો લૂંટી લીધા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મી (BLA)એ વિશિન જિલ્લાના સરનાન શહેર પર કબજો જમાવ્યો છે. તેમણે પોલીસ સ્ટેશનને ધડાકાભેર ઉડાવી દીધું અને સરકારી ઓફિસોમાં આગ લગાડી. ઘણા પોલીસકર્મીઓને બંધક બનાવ્યા બાદ છોડી દેવાયા હતા. BLAએ હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. બોલાન વિસ્તારના પોલીસ સ્ટેશન પર પણ કબજો કરી રેકોર્ડ સળગાવ્યા. પાકિસ્તાનની ચેકપોસ્ટો નિષ્ફળ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બલુચિસ્તાનમાં એક શહેર ઉપર વિપ્લવીઓનો ટોટલ કંટ્રોલ : પોલીસ સ્ટેશન ઉડાડયું : શસ્ત્રો લૂંટી લીધા

ક્વેટા: બીજા દેશોમાં શાંતિદૂત બનવા નીકળેલું પાકિસ્તાન પોતાના જ દેશને સંભાળી શકતું નથી. બલુચ વિપ્લવીઓના, બલુચ લિબરેશન આર્મીએ દાવો કર્યો છે કે, તેણે વિશિન જિલ્લાના સરનાન શહેર ઉપર સંપૂર્ણ કબ્જો કરી લીધો છે. અને તે ઑપરેશન દરમિયાન પોલીસ સ્ટેશન ધડાકા સાથે ઉડાડી દીધું છે.
મીડીયા રિપોર્ટ વધુમાં જણાવે છે કે, સરકારી ઑફિસોમાં આગ લાગી ગઈ હતી અને કેટલાયે પોલીસો કેટલાક સમય સુધી બંદીવાન પણ રાખવામાં આવ્યા હતા.
આ ઑપરેશન પછી બીએલએના પ્રવક્તા જિયાદ બાબુએ જણાવ્યું હતું કે, 'આજે બલુચ લિબરેશન આર્મીના સરમયારો (સ્વાતંત્ર્ય સેનાનીઓ)એ વિશિનના સરનાન શહેર ઉપર સંપૂર્ણ કબજો જમાવી દીધો છે. અને પોલીસ સ્ટેશન અને એ.ડી.આર.એ. ઑફિસ તથા અન્ય સરકારી મકાનો કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન કેટલાયે પોલીસોને બંદીવાન બનાવ્યા હતા. પછી છોડી પણ દીધા હતા. પોલીસ સ્ટેશનમાં રહેલા શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યા પછી ઇમારતને ધડાકા સાથે ઉડાડી દીધી હતી. બલુચ લિબરેશન આર્મી તેની જવાબદારી લે છે.
આ સાથે બલુચ માનવ અધિકાર કાર્યકર્તા સરયાર બાબુએ શુક્રવારે દાવો કર્યો હતો કે, સરનાન ઑપરેશન પછી બલુચ સશસ્ત્ર સિપાહીઓએ બોલાન ઇલાકામાં આવેલા પોલીસ સ્ટેશન ઉપર પણ કબ્જો જમાવી દીધો હતો અને પોલીસ રેકોર્ડ, શસ્ત્રો તથા દારૂગોળો જપ્ત કર્યા પછી પોલીસ સ્ટેશન સળગાવી દીધું હતું.
પાકિસ્તાને આ વિસ્તારમાં અનેક ચેકપોસ્ટ બનાવ્યા છે પરંતુ તે બધા પોતાની આસપાસ પૂરતા જ વિસ્તારો પર કબજો રાખી શક્યા છે. બહારના બધા વિસ્તારો તો બીએલએના હાથમાં છે.