યુક્રેન યુદ્ધમાં પરમાણુ હુમલાની પુતિનની ચેતવણી


- યુક્રેનનો સફાયો કરવા ત્રણ લાખ સૈનિકો ભેગા કરવા રશિયાના પ્રમુખનો આદેશ

- પુતિને પશ્ચિમી દેશોને આપેલી ધમકીને પગલે રશિયા છોડવા માટે ફ્લાઇટ્સમાં ધસારો : એરલાઇન્સની ટિકિટોના ભાવમાં જંગી વધારો

- યુક્રેનના ચાર પ્રાંતોને રશિયા સાથે જોડવાની કવાયત શરૂ : 23 થી 27મી સપ્ટેમ્બરમાં જનમત સંગ્રહ કરાશે

- યુક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 5,397 સૈનિકો મૃત્યુ પામ્યા: રશિયા 

મોસ્કો : રશિયાએ યુક્રેનના ચાર હિસ્સાને તેની સાથે મેળવવાની કવાયત શરુ કરવા સાથે તેમા વિક્ષેપ પાડનારા પશ્ચિમને પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયાએ યુદ્ધને અંતિમ ચરણમાં લઈ જવાના ભાગરુપે ત્રણ લાખ રિઝર્વ સૈનિકોને તૈયાર રહેવાનો પણ આદેશ આપ્યો છે. રશિયા  યુક્રેનના જીતેલા  વિસ્તારોમાં જનમત સંગ્રહ શરુ કરાવવા જઈ રહ્યુ છે. આ વિસ્તારોમાં રહેનારાઓ ૨૩થી ૨૭ સપ્ટેમ્બર દરમિયાનતેમનો વોટ નાખી શકશે. રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ સાત મહિનાથી યુદ્ધ ચાલુ છે. 

પુતિને બુધવારે જાહેરાત કરી હતી કે લગભગ ત્રણ લાખના અનામત દળો એકત્રિત કરવામાં આવશે અને જણાવ્યું હતું કે મોસ્કો માટે એકત્રિત પશ્ચિમની સાથે લડવું જરુરી થઈ પડયું છે. ટીવી પરની જાહેરાતમાં પુતિને જણાવ્યું હતું કે રશિયા પોતાના હિસ્સાનું રક્ષણ કરવા માટે તેના દરેક સંસાધનોનો ઉપયોગ કરી છૂટશે. 

સપ્ટેમ્બરના પ્રારંભમાં યુક્રેને રશિયાએ જપ્ત કરેલા ખાર્કિવ પ્રાંતનો મોટો વિસ્તાર પાછો કબ્જે કર્યો છે. યુક્રેન હવે રશિયાએ જીતેલા વિસ્તારો પરત કરવાનો ઇરાદો ધરાવે છે. તેની સામે રશિયાની પુરવઠા લાઇન થાકી રહી છે. 

પુતિનનું આ ભાષણ ત્યારે આવ્યું છે જ્યારે લુહાંત્સ્ક અને ડોનેત્સ્ક રિપબ્લિક તથા રશિયા અંકુશિત ખેરસોન અને ઝાપોરોઝિયા પ્રાંતે જાહેરાત કરી હતી કે તેઓ ૨૩થી ૨૭મી ફેબુ્રઆરીના રોજ રશિયા સાથે જોડાવવા રેફરેન્ડમ યોજવાના છે. પુતિને તેના ભાષણમાં પશ્ચિમ પર રશિયાને ફરીથી નબળુ પાડવાનો અને તેને વિભાજીત કરવાનો આરોપ મૂક્યો હતો. યુએસની આગેવાની હેઠળ પશ્ચિમ ન્યુક્લિયર બ્લેકમેઇલનું આશ્રય લઈ રહ્યુ છે ત્યારે રશિયા પણ તેનો જવાબ આપવા તૈયાર છે. 

સંરક્ષણ પ્રધાન શોઇગુએ જણાવ્યું હતું કે મિલિટરી ઓપરેશનમાં લગભગ છ હજાર રશિયન સૈનિક માર્યા ગયા છે. જ્યારે માર્ચમા આ આંકડો ૧,૯૬૧ હતો. પુતિનની ત્રણ લાખનું લશ્કર એકત્રિત કરવાની જાહેરાતના પગલે રશિયા છોડવા લાગનારાઓની એરપોર્ટ પર લાઇન લાગી ગઈ હતી. રશિયાથી વિદેશ જતી બધી ફ્લાઇટ બુક થઈ ગઈ છે. તેના પગલે રશિયાથી વિદેશ જતી ફ્લાઇટની ટિકિટના ભાવમાં પણ નાટકીય ધોરણે જંગી વધારો નોંધાયો છે. તેઓને લાગી રહ્યુ છે કે યુક્રેનની ધરતી પર ચાલતુ આ યુદ્ધ રશિયા સુધી પણ લાંબુ થઈ શકે છે.ં 

અમેરિકાના રાજદૂતે પુતિનની જાહેરાતને નબળાઈ ગણાવી હતી. જ્યારે બ્રિટનના ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે જણાવ્યું હતું કે પુતિનનો આ આદેશ દર્શાવે છે કે તેના યુક્રેનમાં ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ ગયા છે. પુતિન અને તેમના સંરક્ષણ પ્રધાને હજારો નાગરિકોને મોતના મોઢામાં ધકેલ્યા છે. યુક્રેન હવે આ યુદ્ધ જીતી રહ્યુ છે તે વાત કોઈનાથી છૂપી નથી. જ્યારે ચીને જણાવ્યું હતું કે યુક્રેન કટોકટીનો યુએન પીસ ચાર્ટર મુજબ શાંતિથી ઉકેલ આવવો જોઈએ.

વધુ જવાનો તૈનાત કરવાની જાહેરાત રશિયાની પ્રજા માટે કમનસીબ : યુક્રેન

રશિયાએ યુદ્ધને ખતમ કરવામાટે ત્રણ લાખ લશ્કરી દળોના રિઝર્વને એકત્રિત કરવાની જાહેરાત કરી છે. યુક્રેને આ જાહેરાતના રશિયાના લોકો માટે કમનસીબ ગણાવી છે.એસોસિયેટેડ પ્રેસે જણાવ્યું હતું કે રશિયાના દળોની સ્થિતિ તેઓએ અગાઉ કર્યો હતો તેવી જ થશે. રશિયાનું પ્રોફેશનલ આર્મી તેને સોંપવામાં આવેલું કાર્ય પૂરુ કરી શક્યું નથી તે તેની નિષ્ફળથા છે. આપણે જોઈ રહ્યા છીએ કે રશિયાના સત્તાવાળાઓ આ ભરપાઈ ભારે હિંસાી આદરી કરી છે.તેમણે કહ્યું હતું કે પુતિનના નિર્ણયના લીધે અઢી કરોડ લોકો પર અસર થઈ છે અને તે અસર હજી પણ વધી રહી છે.

City News

Sports

RECENT NEWS