Get The App

પુતિને ગ્રીનલેન્ડની 'નવી કિંમત' બતાવતા યુરોપનું ટેન્શન વધ્યું! ટ્રમ્પનો આડકતરો સાથ આપશે રશિયા?

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
પુતિને ગ્રીનલેન્ડની 'નવી કિંમત' બતાવતા યુરોપનું ટેન્શન વધ્યું! ટ્રમ્પનો આડકતરો સાથ આપશે રશિયા? 1 - image


Putin On US-Greenland Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ગ્રીનલેન્ડ પર નજર બગાડ્યા બાદ વિશ્વભરમાં ભારે ખળભળાટ ચાલી રહ્યો છે. ટ્રમ્પે તાજેતરમાં જ કહ્યું હતું કે, ગ્રીનલેન્ડને રશિયા અને ચીનથી ખતરો છે, ત્યારે આ મામલે રશિયાએ પણ અમેરિકા પર આકરા પ્રહારો કરવાની સાથે યુરોપ અને ડેનમાર્ક પર પણ નિશાન સાધ્યું છે.

પુતિને ટાપુઓની ખરીદી-વેચાણનો ઈતિહાસ ખોલ્યો

રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને (Russia President Vladimir Putin) રશિયન સુરક્ષા પરિષદની બેઠકમાં ગ્રીનલેન્ડ પર લાંબી ચર્ચા કરી છે. તેમણે કહ્યું છે કે, ડેનમાર્કે હંમેશા ગ્રીનલેન્ડ સાથે એક કોલોની જેવો વ્યવહાર કર્યો છે અને તેની સાથે ખૂબ જ કડકાઈ અને ક્રૂરતાપૂર્વક વર્તન કર્યું છે. પુતિને બરફથી ભરેલા ટાપુઓની ખરીદી -વેચાણનો ભૂતકાળ ખોલીને ગ્રીનલેન્ડની નવી કિંમત કહી છે. પુતિને કહ્યું છે કે, આજના સમયમાં ગ્રીનલેન્ડની કિંમત 200થી 250 મિલિયન ડૉલર (1,831 કરોડથી 2,289 કરોડ રૂપિયા) થાય છે. આ રકમ એક બિલિયન ડૉલરથી પણ ઓછી છે.

વિવાદમાં અમારે કોઈ લેવા દેવા નથી : પુતિન

રશિયા-યુક્રેન યુદ્ધમાં યુરોપીયન દેશો યુક્રેનનું સમર્થન કરી રહ્યા છે, ત્યારે પુતિને યુરોપીયન દેશોની દુખતી નસ દબાવવીને કહ્યું છે કે, ‘આ ટાપુની માલિકી મામલે ચાલી રહેલા વિવાદમાં રશિયાને કોઈ લેવા-દેવા નથી. અમેરિકા અને ડેનમાર્ક ગ્રીનલેન્ડનો મુદ્દો પરસ્પર ઉકેલવો જોઈએ.

આ પણ વાંચો : ટ્રમ્પનું 'બોર્ડ ઓફ પીસ' લૉન્ચ, પાકિસ્તાન સહિતના દેશો બન્યા સભ્ય; પહેલા જ ભાષણમાં આપી ધમકી

પુતિને ગ્રીનલેન્ડની કિંમત માત્ર 23 અબજ રૂપિયા કેમ લગાવી ?

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) ગ્રીનલેન્ડ પર કબજો કરવા માટે કોઈપણ હદે જવા તૈયાર છે, ત્યારે પુતિને ગ્રીનલેન્ડ ખરીદવાની કિંમત 23 અબજ લગાવીને યુરોપને સ્પષ્ટ ઈશારો કરી દીધો છે કે, અમેરિકા સામે યુરોપની કિંમત કેટલી નબલી છે.

પુતિને ટાપુઓ વેચવાનો ઈતિહાસ ખોલ્યો

પુતિને ટાપુઓ વેચવાનો ઈતિહાસ ખોલીને કહ્યું કે, ‘જો મને ઠીક યાદ છે તો 1867માં રશિયાએ અમેરિકાને અલાસ્કા વેંચ્યું હતું, જેની કિંમત 7.2 મિલિયન અમેરિકન ડૉલર હતી. અલાસ્કા લગભગ 1.707 મિલિયન સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં આવેલું છે. ત્યાર પછીના દાયકાઓની મોંઘવારી મુજબ વાત કરીએ તો આજના સમયમાં તે કિંમત લગભગ 158 મિલિયન ડૉલર હશે.’

પુતિને યુરોપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ગ્રીનલેન્ડનો એરિયા અલાસ્કાથી થોડો વધુ 2.166 મિલિયન સ્કેવર કિલોમીટર છે. અમેરિકાએ અલાસ્કા ખરીદવા માટે ચૂકવેલી કિંમતની તુલના કરીએ અને હાલની મોંઘવારી મુજબ ગ્રીનલેન્ડની કિંમત 200-250 મિલિયન ડૉલર થાય છે. જો વર્તમાન સોનાના ભાવથી કિંમત સાથે તે કિંમતની તુલના કરીએ તો ગ્રીનલેન્ડની કિંમત 1 બિલિયન ડૉલર જેટલી થાય છે.’ ત્યારે ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા આટલો ખર્ચ ચૂકવી શકે છે.’

આ પણ વાંચો : ના ટેરિફ, ના સૈન્ય હુમલો... ગ્રીનલેન્ડ પર કબજો કરવા ડોનાલ્ડ ટ્રમ્પે બદલી ફોર્મ્યુલા!