Get The App

‘150 વર્ષ સુધી આરામથી જીવી શકીશું’ પુતિન-જિનપિંગ-કિમ જોંગની વાતચીત વાયરલ

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
‘150 વર્ષ સુધી આરામથી જીવી શકીશું’ પુતિન-જિનપિંગ-કિમ જોંગની વાતચીત વાયરલ 1 - image

Putin, Jinping, Kim Jong Un Audio Viral : ચીનમાં યોજાયેલી વિક્ટરી ડે પરેડ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન (North Korea Supreme Leader Kim Jong Un) વચ્ચે એક આશ્ચર્યજનક વાતચીત થઈ છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ દરમિયાન તેઓ બાયો-ટૅક્નોલૉજીની મદદથી 150 વર્ષ સુધી જીવવા અંગે ચર્ચા કરી રહ્યા હોવાનું સંભાળાઈ રહ્યું છે. તેમની આ ચર્ચા સાંભળીને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન હસતાં જોવા મળ્યા. માઇક્રોફોનમાં રૅકોર્ડ થયેલી આ વાતચીતે વૈશ્વિક મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે.

150 વર્ષ સુધી જીવવું શક્ય !

મીડિયા રિપોર્ટ મુજબ, શી જિનપિંગે (China President Xi Jinping) કહ્યું કે, ‘લોકો ભાગ્યે જ 70 વર્ષથી વધુ જીવે છે, પરંતુ આજકાલ 70 વર્ષની ઉંમરે પણ તમે બાળકો જેવા જ છો.’ તેના જવાબમાં, પુતિનના ટ્રાન્સલેટરે કહ્યું કે, ‘બાયો-ટૅક્નોલૉજીનો સતત વિકાસ થઈ રહ્યો છે, જેના કારણે મનુષ્યના અંગોનું સતત ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. લોકો વૃદ્ધાવસ્થામાં પણ યુવાન થઈ શકે છે અને અમર પણ બની શકે છે.’ ત્યારબાદ જિનપિંગે બોલ્યા કે, ‘ભવિષ્યવાણી છે કે આ સદીમાં લોકો માટે 150 વર્ષ સુધી જીવવું શક્ય બની શકે છે.’

પુતિને ‘150 વર્ષ જીવવાની’ પુષ્ટિ કરી

પરેડ બાદ પત્રકારો સાથે વાત કરતાં પુતિને (Russia President Vladimir Putin) આ વાતચીતની પુષ્ટિ કરી છે અને કહ્યું કે, ‘મેડિકલ ક્ષેત્રે થયેલા ડેવલપમેન્ટ અને ઓર્ગન રિપ્લેસમેન્ટ સંબંધિત તમામ પ્રકારની સર્જરીથી લોકોમાં આશા જન્મે છે કે, આવનારો સમય અત્યારના જેવો નહીં રહે.’ જોકે, નિષ્ણાતોનું માનવું છે કે, માત્ર ઓર્ગન રિપ્લેસમેન્ટથી વૃદ્ધાવસ્થાને રોકી શકાતી નથી.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક 2200ને પાર, અનેક જિલ્લામાં ભૂખમરાની સ્થિતિ