World

ખુદ યુદ્ધ લડતાં પુતિને ટ્રમ્પને ઘુમાવ્યો ફોન, ઈઝરાયલ-ઇરાન વચ્ચેનું યુદ્ધ રોકવા કરી અપીલ

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરીને એ વાત પર સંમતિ વ્યક્ત કરી કે, આ યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ. ટ્રમ્પે આ જાણકારી શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર શેર કરી અને જણાવ્યું કે, 'પુતિને મને જન્મદિવસની શુભકામના આપવાની સાથોસાથ ઈરાન-ઈઝરાયલ સંકટ પર લાંબી વાતચીત કરી. પુતિને મને ફોન કર્યો, મને શુભકામના પાઠવી. પરંતુ, ત્યારબાદ વધુ મહત્ત્વપૂર્ણ વાત હતી કે, અમે બંને આ વાત પર સંમત થયા કે, યુદ્ધ ખતમ થવું જોઈએ.' જણાવી દઈએ કે, રશિયાના પ્રમુખ ખુદ આશરે ત્રણ વર્ષોથી યુદ્ધ લડી રહ્યા છે. ભારત અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ તેમના યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખુદ યુદ્ધ લડતાં પુતિને ટ્રમ્પને ઘુમાવ્યો ફોન, ઈઝરાયલ-ઇરાન વચ્ચેનું યુદ્ધ રોકવા કરી અપીલ

Donald Trump on Israel-Iran Conflict: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા સૈન્ય સંઘર્ષ વચ્ચે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ફોન પર વાતચીત કરીને એ વાત પર સંમતિ વ્યક્ત કરી કે, આ યુદ્ધ હવે સમાપ્ત થવું જોઈએ. ટ્રમ્પે આ જાણકારી શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર શેર કરી અને જણાવ્યું કે, 'પુતિને મને જન્મદિવસની શુભકામના આપવાની સાથોસાથ ઈરાન-ઈઝરાયલ સંકટ પર લાંબી વાતચીત કરી. પુતિને મને ફોન કર્યો, મને શુભકામના પાઠવી. પરંતુ, ત્યારબાદ વધુ મહત્ત્વપૂર્ણ વાત હતી કે, અમે બંને આ વાત પર સંમત થયા કે, યુદ્ધ ખતમ થવું જોઈએ.' જણાવી દઈએ કે, રશિયાના પ્રમુખ ખુદ આશરે ત્રણ વર્ષોથી યુદ્ધ લડી રહ્યા છે. ભારત અને અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ તેમના યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી છે. 

સંવાદના માધ્યમથી થશે સમાધાન

મધ્યસ્થ દેશ ઓમાને એ વાતની પુષ્ટિ કરી છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે આ અઠવાડિયાના અંતે પ્રસ્તાવિત છઠ્ઠો રાઉન્ડ રદ કરવામાં આવ્યો છે. વળી, બ્રિટિશ વડાપ્રધાન સર કીયર સ્ટારમર અને ટ્રમ્પ બંનેએ આ વાત પર સંમતિ વ્યક્ત કરી કે, સંકટનું સમાધાન વ્યૂહનીતિ અને સંવાદના માધ્યમથી કરવું જોઈએ. 

આ પણ વાંચોઃ નાઈજિરિયામાં બંદૂકધારીઓએ 100થી વધુને ગોળીઓથી વીંધી નાખ્યા, રૂમમાં પૂરી બાળ્યાં

ઈઝરાયલે પોતાની સૈન્ય કાર્યવાહી હેઠળ ઈરાન પર મોટા પાયે હવાઈ હુમલા કર્યા, જેમાં ઈરાની રિવોલ્યૂશનરી ગાર્ડ્સના પ્રમુખ જનરલ હુસૈની સલામી અને સશસ્ત્ર દળોના ચીફ ઑફ સ્ટાફ જનરલ મોહમ્મદ બાઘેરીનું મોત થયું હતું. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ આ હુમલાને ઈરાની પરમાણું જોખમને પાછળ ધકેલવાની કાર્યવાહી જણાવી અને દાવો કર્યો કે, ઈરાનનો પરમાણુ કાર્યક્રમ એ સ્તરે પહોંચી ચુક્યો હતો કે, ત્યાંથી પરત ન જઈ શકાય. 

અમારો દેશ જવાબ આપશેઃ ખામેનેઈ

ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ શુક્રવારે કહ્યું કે, 'અમારો દેશ બળપૂર્વક જવાબ આપશે અને ત્યારબાદ ઈરાને તેલ અવીવ સહિત અનેક ઠેકાણા પર મિસાઇલ હુમલા કર્યા.'

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત

ટ્રમ્પે એવું પણ કહ્યું કે, રશિયા-યુક્રેન પર ચર્ચા આવતા અઠવાડિયે કરવામાં આવશે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે કેદીઓની મોટી અદલા-બદલી કરવામાં આવી શકે છે.