World

ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયામાં એડિલેડના રૉયસ્ટન પાર્કમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય મૂળના 42 વર્ષીય નાગરિક ગૌરવ કુંદીનું મોત નિપજ્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા કથિત રીતે વધુ પડતો બળ પ્રયોગ કરવાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. 29 મેની સવારે થયેલી આ ઘટના બાદ 13 જૂને રૉયલ એડિલેડ હોસ્પિટલમાં ગૌરવનું મોત નિપજ્યું અને તેની તુલના અમેરિકામાં જૉર્જ ફ્લૉયડના કેસ સાથે થવા લાગી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઓસ્ટ્રેલિયામાં પોલીસે ધરપકડ વખતે ઘૂંટણથી ગળું દબાવતાં ભારતીય મૂળના નાગરિકનું મોત
Image: X 

Australian Police Brutality on Indian Origin Gaurav Kundi: ઓસ્ટ્રેલિયામાં એડિલેડના રૉયસ્ટન પાર્કમાં પોલીસ સાથેની અથડામણ દરમિયાન ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયેલા ભારતીય મૂળના 42 વર્ષીય નાગરિક ગૌરવ કુંદીનું મોત નિપજ્યું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાની પોલીસ દ્વારા કથિત રીતે વધુ પડતો બળ પ્રયોગ કરવાને લઈને ગંભીર ચિંતા ઊભી કરે છે. 29 મેની સવારે થયેલી આ ઘટના બાદ 13 જૂને રૉયલ એડિલેડ હોસ્પિટલમાં ગૌરવનું મોત નિપજ્યું અને તેની તુલના અમેરિકામાં જૉર્જ ફ્લૉયડના કેસ સાથે થવા લાગી છે. 

ગૌરવ કુંદીને કથિત રૂપે પોલીસ અધિકારીઓએ જમીન પર પટક્યો હતો, જોકે તેની સાથી અમૃતપાલ કૌરે તેનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો. ફૂટેજમાં કુંદી પોતે નિર્દોષ હોવાનું કહી વિરોધ કરી રહ્યો હતો. તે બૂમો પાડી રહ્યો હતો કે, 'મેં કંઈ ખોટું નથી કર્યું'.

આ પણ વાંચોઃ ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક-સુપર સોનિક મિસાઈલોનો મારો ચલાવ્યો, 6ના મોત, 130થી વધુ ઈજાગ્રસ્ત


પોલીસે ગૌરવ કુંદી સાથે આવો વ્યવહાર કેમ કર્યો? 

અમૃતપાલ કૌરના જણાવ્યા અનુસાર, એક અધિકારીએ કથિત રૂપે ગૌરવ કુંદીની ગરદન પર પોતાના ઘૂંટણ મૂક્યા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે, ઝપાઝપી દરમિયાન કુંદીનું માથું પોલીસ વાહન સાથે અથડાયું. જોકે, મેં ગભરાહટમાં રેકોર્ડિંગ બંધ કરી દીધું અને તે ક્ષણ રેકોર્ડ ન કરી શકાઈ.

કમિશનરની તપાસ અનુસાર, અત્યાર સુધી સમીક્ષા કરવામાં આવી છે કે, બૉડીકેમ ફૂટેજથી કથિત રૂપે જાણ થાય છે કે, ક્યારેય ગૌરવ કુંદીની ગરદન પર ઘૂંટણ રાખવામાં નથી આવ્યો, ન તો તેનું માથું વાહન અથવા રસ્તા પર જબરદસ્તી દબાવવામાં આવ્યું છે. ગૌરવ કુંદીએ કથિત રૂપે પોલીસ સાથે હિંસક વિરોધ કર્યો હતો, જેના કારણે તેમના અને કૌર વચ્ચે કથિત વિવાદમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ અમેરિકાનાં ન્યૂજર્સીમાં દાવાનળ ભભૂક્યો, ધૂમાડો એટલો વ્યાપક કે ફીલાડેલ્ફીયાના લોકો ગૂંગળાયા

ભારતીય દૂતાવાસને કરાઈ જાણ

નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, મેજર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ આ મામલે તપાસ પોલીસ કસ્ટડીમાં મૃત્યુના રૂપે કરી રહી છે અને રાજ્ય કોરોનર, પબ્લિક પ્રોસિક્યુશનના ડિરેક્ટર અને સાર્વજનિક અખંડતા કાર્યાલય સ્વતંત્ર રૂપે કાર્યવાહી કરતા જોઈ શકાય છે. આ સિવાય, સાઉથ ઓસ્ટ્રેલિયા પોલીસે ભારતીય વાણિજ્ય દૂતાવાસને ઘટનાની જાણ કરી કારણ કે, આ મામલે તપાસ જાહેર અને રાજદ્વાર સઘન હેઠળ રહેવાની અપેક્ષા છે.