World

VIDEO : પાકિસ્તાન ક્રિકેટ લીગ પર સંકટ ! ભારે વરસાદ-પવનમાં સ્ટેડિયમ ધોવાયું, સ્ટાફ પટકાયો

By GS TEAM
31 Mar 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન હાલ ભયાનક વરસાદ અને પવનની આફતનો સામનો કરી રહ્યું છે. દેશમાં વરસાદી ઘટનાઓના કારણે અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત અને 54 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજીતરફ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL-2026) શરૂ થયાના બે દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ લીગ (PSL-2026)ની શરૂઆત થઈ છે કે, જોકે વરસાદના કારણે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, સ્ટેડિયમમાં પાણી ભરાતા PSLની મેચો પર સંકટ આવી ચઢ્યું છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મોટી મુશ્કેલીમાં ફસાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : પાકિસ્તાન ક્રિકેટ લીગ પર સંકટ ! ભારે વરસાદ-પવનમાં સ્ટેડિયમ ધોવાયું, સ્ટાફ પટકાયો

Pakistan Rain : પાકિસ્તાન હાલ ભયાનક વરસાદ અને પવનની આફતનો સામનો કરી રહ્યું છે. દેશમાં વરસાદી ઘટનાઓના કારણે અત્યાર સુધીમાં કુલ 17 લોકોના મોત અને 54 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બીજીતરફ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL-2026) શરૂ થયાના બે દિવસ પહેલા પાકિસ્તાન ક્રિકેટ લીગ (PSL-2026)ની શરૂઆત થઈ છે કે, જોકે વરસાદના કારણે સ્થિતિ એવી ઉભી થઈ છે કે, સ્ટેડિયમમાં પાણી ભરાતા PSLની મેચો પર સંકટ આવી ચઢ્યું છે, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ મોટી મુશ્કેલીમાં ફસાયું છે. 

ભારે પવનના કારણે ગ્રાઉન્ડ સ્ટાફ પછડાયો

આમ તો આશા મુજબ PSLની ખુબ ચર્ચા થઈ રહી છે, જોકે તે જોરદાર પ્રદર્શનના કારણે નહીં, પરંતુ વિવાદ અને ફજેતી જેવા મામલે ચર્ચામાં આવી ગયું છે. આ તમામ વિવાદો વચ્ચે હવે વરસાદે PSLનું સંકટ વધારી દીધું છે. ભારે પવન, તોફાન અને વરસાદના કારણે ટુર્નામેન્ટના આયોજક PCBને ટેન્શનમાં નાખી દીધું છે. સ્ટેડિયમમાં પાણી ભરાયા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ભારે પવન ફૂંકાતા ગ્રાઉન્ડ સ્ટાફ પણ પછડાયા હોવાના વીડિયો સામે આવ્યા છે.

મંગળવારે 31 માર્ચે ઈસ્લામાબાદ ટુનાઈટેડ અને પેશાવર જાલ્મી વચ્ચે PSLની સાતમી મેચ ગદ્દાફી સ્ટેડિયમમાં રમાવાની હતી. જોકે મેચ શરૂ થયા પહેલા લાહોરમાં ભારે પવન ફુંકાવની સાથે વરસાદ પડ્યો, જેના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી નહીં. વરસાદ એવો પડ્યો કે મેચ શરૂ થવાની કોઈપણ સંભાવના ન હતી.

આ પણ વાંચો : IPL 2026: સંજુ સેમસન ફ્લોપ અને રવિન્દ્ર જાડેજા હિટ, CSKને એક જ મેચમાં 2.58 કરોડનું નુકસાન!

વરસાદના કારણે PCBની પોલ ખુલી

આ ભારે વરસાદે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની પોલ પણ ખોલી નાખી છે. પાકિસ્તાને ગત વર્ષે ચેમ્પિયન ટ્રોફી પહેલા ગદ્દાફી સ્ટેડિયમને અપગ્રેડ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે ખરા સમયે સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ કામમાં આવી નથી, જેના કારણે સ્ટેડિયમમાં ભારે પાણી ભરાઈ જતા મેચ રદ કરવાનો નોબત ઉભી થઈ છે. થોડી જ મિનિટોમાં મેદાનમાં એટલું બધુ પાણી ભરાઈ ગયું હતું કે, લગભ અડધો બોલ પાણીમાં ડુબેલો જોવા મળ્યો હતો. આ ઉપરાંત મેદાનમાં ભારે પવન ફૂંકાતા ગ્રાન્ડ સ્ટાફના કેટલાક સભ્યો પણ પટકાયા હતા. ગદ્દાફી સ્ટેડિયમનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : IPL 2026 : વૈભવે ઝડપી ફિફ્ટી ફટકારી ઈતિહાસ રચ્યો, જૂઓ Top-10 બેટરોનું લિસ્ટ