સમુદ્ર માર્ગે ભારત પર ભારે હુમલાની તૈયારી કરે છે કરાચી પાસેના ટાપુ પર 'લશ્કર'ને ટ્રેનિંગ અપાઇ રહી છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- પાકિસ્તાનને ચેન નથી પડતું ભારતને પજવ્યા વીના
- પર્યટકોના નામે લશ્કર-એ-તૈયબાના આતંકીઓ તે ટાપુ પર પહોંચે છે : તેમને સ્કૂબા-ડાઇવિંગ, અન્ડર વોટર ઓપરેશન વ.ની ટ્રેનિંગ અપાઇ રહી છે
નવી દિલ્હી : પાકિસ્તાનને ભારતને પજવ્યા વિના ચેન નથી પડતું. તેના શાસકો તેમના દેશના નાગરિકોની પરવાહ કર્યા વિના રાત-દિવસ ભારતને કેમ પજવવું તેની જ ચિંતામાં વ્યસ્ત રહે છે. ભૂમિ ઉપર તેમણે છૂટા મુકેલા આતંકીઓને છેલ્લે છેલ્લે ઓપરેશન સિંદૂરમાં બરાબરની જડબાંની પડી ગયા પછી હવે સમુદ્ર માર્ગે ભારત ઉપર હુમલો કરવા માટે લશ્કર-એ-તૈય્યબાના આતંકીઓને તૈયાર કરી રહ્યું છે. તે માટે તેણે કરાચી પાસેના ટાપુ ઉપર એક કેમ્પ સ્થાપ્યો છે.
આ આતંકીઓ પર્યટકોના નામે તે ટાપુ ઉપર પહોંચે છે. ત્યાં તેઓને સ્કૂબા ડાઇવિંગ તથા અન્ડર વોટર ઓપરેશનની ટ્રેનિંગ અપાઇ રહી છે.
આ માહિતી આપતાં ભારતીય નૌકાદળની જાસૂસી પાંખે જણાવ્યું હતું કે, તે ટ્રેનિંગનો હેતુ બહુ સ્પષ્ટ છે. પાકિસ્તાન સમુદ્ર માર્ગે ઘૂસપેઠ કરવા અને હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
આ જાસૂસી માહિતી મળ્યા પછી ભારતીય નૌ-સેના તેવા સંભવિત હુમલાઓને પહોંચી વળવા પૂરેપૂરી તૈયાર થઈ ગઈ છે. નૌસેનાના જાસૂસી વિભાગને વધુમાં તેમ પણ જાણવા મળ્યું છે કે, વાસ્તવમાં લશ્કર-એ-તૈય્યબાનાં પ્રોક્ષી-સંગઠન પાકિસ્તાની મરકજી મુસ્લીમ લીગ (પીએમએમએલ)ના નેતાઓ આ ટ્રેનિંગ આપી રહ્યા છે અને તે રીતે લશ્કર-એ-તૈય્યબાના પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે.
લશ્કરની મરીન-વિંગ, મરીન-વિંગ અથવા સદા-એ-હુર્રિયતના નામથી પણ ઓળખાય છે. કરાચી પાસેના સમુદ્રમાં ચાલી રહેલી આ આતંકવાદી પ્રવૃત્તિઓ ઉપર પૂરી નજર રાખે છે. તે પ્રશ્ન કરે છે કે જમીન ઉપર માર ખાધા પછી પાકિસ્તાન સમુદ્ર માર્ગે ભારત પર હુમલા કરવા ઘાટ ઘડી રહ્યું હોય તેમ લાગે છે.




