ઇન્ડોનેશિયામાં 7.7નો શક્તિશાળી ભૂકંપ : 57નાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જાકાર્તા : ઇન્ડોનેશિયામાં ઉત્તર-પશ્ચિમ સુમાત્રામાં શનિવારે સવારે ૭.૭નો ધરતીકંપ આવ્યા પછી માત્ર થોડા જ કલાકોમાં ૬.૮ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. 'જર્મન-રીસર્ચ-સેન્ટર ફોર જીયો સાયન્સીઝ'ના જણાવ્યા પ્રમાણે શનિવારે વહેલી સવારે આવેલા આ ભૂકંપને લીધે ઓછામાં ઓછા ૫૭નાં મૃત્યુ થયા છે અનેક લોકોને ઈજાઓ થઈ છે તે પૈકી ૩૬ની સ્થિતિ ગંભીર છે.
સુનામી આવવાની પૂરી સંભાવના દેખાતાં સરકારે સુનામી એલર્ટ જાહેર કરવામાં આવી છે. સાથે ઉત્તર સુમાત્રાના જ ટાપુ ફલોરેસમાં સેંકડો લોકોને સમુદ્રતટથી અંદર ઉંચાઈવાળા વિસ્તારોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
ઈન્ડોનેશિયાની મીટીઓરોલોજી કલાઈમેટોલોજી એન્ડ જીયો ફીઝીક્સ એજન્સીના ડીરેક્ટર વિજયાન્તોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ઈસ્ટ-નુસા તેંગ્ગારા, સાઉથ સુલાવેસી અને વેસ્ટ નુસા તેંગ્ગારા વિસ્તારોમાં ઘણું નુકસાન થયું છે.
તેમજ સુનામી એલર્ટ પણ જાહેર કરવામાં આવી છે. હોસ્પિટલ કસ્ટમર સર્વિસના અધિકારી બોતરે જણાવ્યું હતું કે બધું અચાનક જ બની રહ્યું. બધું જ ધુ્રજવા લાગ્યું. પેશન્ટસ પણ નાસવા લાગ્યા. દિવાલોમાં તિરાડો પડતી દેખાતી હતી.
ઈન્ડોનેશિયા અને આસપાસના વિસ્તારોમાં ધરતીકંપો સામાન્ય છે કારણ કે તે પેસિફિકની રિંગ ઓફ ફાયર વિસ્તારમાં છે. તે ચીલીથી શરૂ કરી દ. અમેરિકાના તટથી ઉત્તર અમેરિકાના તટ ઉપર થઈ કપુરાઈલા ટાપુઓથી જમીનમાં ઉતરે છે. ત્યાંથી તેનો ફાંટો ઈન્ડોનેશિયામાં જાય છે ત્યાંથી ઓસ્ટ્રેલિયાની પૂર્વે અને ન્યુઝીલેન્ડમાં જાય છે.આ રિંગ ઓફ ફાયરમાં ઈન્ડોનેશિયા આવેલું હોય ત્યાં વારંવાર ધરતીકંપો થાય છે જવાળામુખીઓ પણ ફાટે છે.









