World

BIG NEWS: ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા! અરાઘચીએ કહ્યું- પહેલા તમે હુમલો રોકો

By GS TEAM
15 Jun 20252 mins read
TukuTouch Logo
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન હવે રાજદ્વારી પ્રયાસો વધી ગયા છે. ઈરાનના ટોચના રાજદ્વારીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, જો ઈઝરાયલ હુમલાઓ રોકશે તો ઈરાન પણ જવાબી કાર્યવાહી બંધ કરી દેશે. આમ ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા છે, ત્યારે ધ જેરુસલેમની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઈરાને વોશિંગ્ટન સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા અને ઈઝરાયલી હુમલાઓ રોકવા માટે ઓમાન અને કતારને મધ્યસ્થી કરવા જણાવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BIG NEWS: ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા! અરાઘચીએ કહ્યું- પહેલા તમે હુમલો રોકો

Iran and Israel War : ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ દરમિયાન હવે રાજદ્વારી પ્રયાસો વધી ગયા છે. ઈરાનના ટોચના રાજદ્વારીએ સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે, જો ઈઝરાયલ હુમલાઓ રોકશે તો ઈરાન પણ જવાબી કાર્યવાહી બંધ કરી દેશે. આમ ઈરાન-ઈઝરાયલ વચ્ચે સીઝફાયરની શક્યતા છે, ત્યારે ધ જેરુસલેમની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઈરાને વોશિંગ્ટન સાથે પરમાણુ વાટાઘાટો ફરી શરૂ કરવા અને ઈઝરાયલી હુમલાઓ રોકવા માટે ઓમાન અને કતારને મધ્યસ્થી કરવા જણાવ્યું છે. 

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહી છે. ગઈકાલે રાત્રે ઈઝરાયલના હાઈફા પર કરેલા હુમલામાં ઈરાને એવી મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો કે, જે પહેલી વખત યુદ્ધમાં સામેલ કરવામાં આવી હતી. આ હુમલામાં ઈમાદ, ગદીર અને ખૈબરશેકન મિસાઈલોનો ઉપયોગ કર્યો હતો. 

ઈરાનના 138 લોકોના મોત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ત્રણ દિવસથી યુદ્ધ શરૂ છે. ગત રાત્રીએ બંને દેશોએ એકબીજા ઠેકાણાઓને નિશાનો બનાવ્યા હતા. જેમાં ઈઝરાયલે ઈરાનની દુનિયાની સૌથી મોટી ગેસ ફિલ્ડ સાઈટ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલના હુમલામાં ઈરાનની ગેસ ફિલ્ડ સાટઈમાં આગ લાગી હોવાથી પ્રોડક્શન રોકી દેવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, ઈઝરાયલે ન્યૂક્લિયર સહિતના અનેક ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. જેને લઈને ઈરાનમાં 138ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. 

'હજુ તો માત્ર શરૂઆત છે...'

બીજી તરફ, ઈરાને ગઈકાલે શનિવારે ઈઝરાયલ પર 50થી વધુ બેલિસ્ટિક મિસાઈલમારો કર્યો હતો. જેમાં ઈઝરાયલના સાત લોકોના મોત નીપજ્યા છે. આ દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ઈરાનને ધમકી આપી છે કે, 'ઈરાન રોકાઈ જાય, નહી તો આ માત્ર શરૂઆત છે. આગળ ઈરાનમાં બહુ મોટો વિનાશ કરી દઈશું.' ઈઝરાયલી હુમલાથી ઈરાનને ભારે નુકસાન ભોગવવું પડ્યું. 

આ પણ વાંચો: ખામેનેઈને મારી નાખતા પણ નહીં ખચકાઈએ...' ઈરાન પર આટલી હદે કેમ ભડક્યું છે ઈઝરાયલ?

શુક્રવારની સવારે ઈઝરાયલે ઈરાનના શહેરો પર કરેલા બોમ્બમારાથી રવિવાર સુધીમાં સ્થિતિ ભીષણ બની છે. ઈરાનના અનેક સેન્ય અને પરમાણુ ઠેકાણાઓ ઈઝરાયલના નિશાના પર છે. હાલના હુમલાઓ તેલ અને ગેસ ડિપો પર થયા હતા. લગભગ તમામ પરમાણુ સ્થળોને નિશાન બનાવ્યા પછી, ઈઝરાયલે ઈરાનની તેલ શક્તિને નબળી પાડવાનો વિચાર કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે.