પેલેસ્ટાઈનને હવે પોર્ટુગલે આપી ઔપચારિક માન્યતા, સંયુક્ત રાષ્ટ્રમાં વિદેશ મંત્રીની જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Palestine: ગાઝામાં માનવીય સંકટ અને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો વચ્ચે પોર્ટુગલે પેલેસ્ટાઈનને સત્તાવાર રીતે એક સ્વતંત્ર રાજ્ય તરીકે માન્યતા આપી દીધી છે. રવિવારે ન્યૂયોર્કમાં આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં પોર્ટુગલના વિદેશ મંત્રી પાઉલો રાન્જેલે આ એલાન કર્યું હતું.
રાન્જેલે કહ્યું કે, પેલેસ્ટાઈન રાજ્યની માન્યતા એ પોર્ટુગલની વિદેશ નીતિની એક મૂળભૂત, કાયમી અને માળખાગત રેખા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પોર્ટુગલ હંમેશાથી બે-રાજ્ય સમાધાનને સમર્થન કરી રહ્યું છે. અને આ જ એકમાત્ર રસ્તો ન્યાયી અને કાયમી શાંતિ તરફ દોરી જશે.
યુદ્ધવિરામ ખૂબ જ જરૂરી
વિદેશ મંત્રીએ ભાર આપતા કહ્યું કે, એક યુદ્ધવિરામ ખૂબ જ જરૂરી છે, પરંતુ આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, પેલેસ્ટાઈન રાજ્યને માન્યતા આપવાથી ગાઝામાં માનવતાવાદી ત્રાસદીનો અંત નહીં આવી જશે.
આ દેશો પણ પેલેસ્ટાઈનને માન્યતા આપી ચૂક્યા છે
આ એલાન સાથે જ પોર્ટુગલ બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની જેમ પેલેસ્ટાઈનને માન્યતા આપનારા દેશોની યાદીમાં સામેલ થઈ ગયુ છે. આ પગલું એવા સમયે ઉઠાવવામાં આવ્યું છે જ્યારે ગાઝા પટ્ટીમાં હિંસા અને માનવીય સંકટ ચરમ પર છે.
આ પણ વાંચો: ગાઝા ફરી બોમ્બમારાથી ધણધણી ઉઠ્યું, ઈઝરાયલના હુમલામાં એક જ દિવસમાં 91ના મોત
નેતન્યાહૂની પ્રતિક્રિયા
બીજી તરફ ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે, 'પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવી એ આતંકવાદને પુરસ્કાર આપવા સમાન છે. જોર્ડન નદીની પશ્ચિમમાં પેલેસ્ટિનિયન રાજ્ય સ્થાપિત થશે નહીં.'








