વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિયેનામાં ભવ્ય સ્વાગત ઓસ્ટ્રિયન કલાકારોએ 'વંદે માતરમ્'ના સૂરો રેલાવ્યા
- ચાન્સેલર નેહમર મોદીને ભેટયા સાથે સેલ્ફી પણ ખેંચી બંને નેતાઓ વચ્ચે રાજકીય અને આર્થિક સહકારની મંત્રણા
વીયેના : વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મોડી સાંજે વીયેના આવી પહોંચ્યા હતા. વિમાન મથકે ઓસ્ટ્રિયાના વિદેશ મંત્રી એલેકઝાંડર શેબેનબર્ગે તેઓનું સ્વાગત કર્યું હતું.
રશિયાની બે દિવસની સફળ મુલાકાત પછી ઓસ્ટ્રિયા આવેલા મોદીએ આજે વડાપ્રધાન નેહમર સાથે સઘન મંત્રણાઓ કરી હતી. આ મંત્રણા માટે આવી પહોંચેલા મોદીને વડાપ્રધાન (ચાન્સેલર) કાર્લ નેહમર ભેટયા હતા અને તેઓ સાથે સેલ્ફી પણ ખેંચી હતી.
૪૦ વર્ષ પછી ભારતના કોઈપણ વડાપ્રધાન પછી ઓસ્ટ્રિયાની મુલાકાતે આવેલા મોદી પહેલા વડાપ્રધાન છે. તેઓએ પ્રમુખ એલેકઝાન્ડર વાવદર બેલેન સાથે પણ મંત્રણા કરી હતી.
વિમાનગૃહેથી મોદી હોટેલ રિત્ઝ-કાર્બટન પહોંચ્યા ત્યારે ઓસ્ટ્રિયન ફીલ હાર્મોનિક વૃન્દે વંદે માતરમના સૂરો રેલાવી તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ તબક્કે તે યાદ આપવું અનિવાર્ય છે કે છેક ૧૩મી સદીનાં પ્રારંભથી વિયેના ઔષધશાસ્ત્ર અને તબીબી ક્ષેત્રે આજ સુધી વિશ્વમાં પ્રથમક્રમે રહ્યું છે. આ દેશે બિધોવન જેવા મહાન સંગીતજ્ઞા વિશ્વને આપ્યા છે. આજે પણ વિયેન (વિયેના)નું ફિલ-હાર્મોનિક ગુ્રપ વિશ્વનાં શ્રેષ્ઠ ફિલ હાર્મોનિક ગુ્રપ પૈકીનું છે.
ઓસ્ટ્રિયાએ ભૌતિક શાસ્ત્રમાં પણ ઘણી પ્રગતિ કરી છે. ૧૯મી સદીમાં થયેલા મહાન ભૌતિકશાસ્ત્રી 'વાન-દર-વાબ'ની 'એન્ટ્રમી' અંગેની ફોર્મ્યુલાએ ઉષ્ણતામાન વિષયને બહુસ્પષ્ટત: સમજાવ્યો છે.
ભારતનાં એપોલો-ટાયર્સનું એક મથક વિયેના છે.
વિશ્વમાં સૌથી પહેલું ઈન્ટરનર કમ્બશ્યન એન્જિન જ ઓસ્ટ્રિયાના સ્કોડાએ બનાવ્યું હતું. પોલાદ બનાવવામાં પણ તે અગ્રીમ ટેકનોલોજી ધરાવે છે. આમ ગુજરાતથી પણ અર્ધું ક્ષેત્રફળ ધરાવતો દેશ ટેકનોલોજીમાં ઘણો આગળ છે માટે મોદીની મુલાકાતનું મહત્વ છે.