બ્રિટનમાં વડાપ્રધાન મોદીએ કિંગ ચાર્લ્સ તૃતીય સાથે કરી મુલાકાત, બ્રિટનમાં કર્યું વૃક્ષારોપણ
PM Modi meets King Charles III : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના પ્રવાસે છે, ત્યારે કિંગ ચાર્લ્સ તૃતીય અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે મુલાકાત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બ્રિટેનના કિંગ ચાર્લ્સ તૃતીય સાથે રહીને વૃક્ષારોપણ કર્યું. આ અંગે રાજવી પરિવારે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'આજે બપોરે, રાજાએ ભારતીય પ્રજાસત્તાકના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સેન્ડરિંગહામ હાઉસ ખાતે સ્વાગત કર્યું. તેમની સાથે વિતાવેલા સમય દરમિયાન મહામહિમને આ પાનખરમાં વાવવા માટે એક વૃક્ષની ભેટ આપવામાં આવી હતી. વડાપ્રધાન 'એક પેડ મા કે નામ' લોકોને તેમની માતાઓના માનમાં વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરે છે.'
વિદેશ મંત્રાલયના પ્રવક્તારણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદી અને બ્રિટનના પીએમ કિર સ્ટાર્મરે ઐતિહાસિક ભારત-બ્રિટેન વ્યાપાર આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કર્યા બાદ ભારત અને બ્રિટનના વ્યાપારિક નેતાઓએ મુલાકાત કરી હતી. આ બેઠકમાં બંને પક્ષોના વિવિધ ક્ષેત્રોના અગ્રણી ઉદ્યોગ નેતાઓએ હાજરી આપી હતી. બંને નેતાઓએ વેપાર, રોકાણ અને નવીનતા ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે CETA માંથી ઉદ્ભવતી તકોની સંપૂર્ણ સંભાવનાને સમજવા માટે તેમને પ્રોત્સાહિત કર્યા.'
આ પણ વાંચો: પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ફરી મોટો આતંકી હુમલો, ક્વેટા જતી ટ્રેનને ટાર્ગેટ કરાઈ
જ્યારે પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે, 'ભારત અને બ્રિટન ક્રિકેટ પ્રત્યેના સહિયારા જુસ્સાથી જોડાયેલા છે. ચેકર્સ ખાતે વડાપ્રધાન કીર સ્ટાર્મર અને મેં બકિંધમશાયર સ્ટ્રીટ ક્રિકેટ હબના ખેલાડીઓ સાથે વાતચીત કરી. એ જોઈને બહુ સારુ લાગ્યું કે, રમતથી આપણા દેશો વચ્ચે અકબીજાના સંબંધોને પ્રોત્સાહન મળી રહ્યું છે. મેં અમારા યુવાનોને T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા હસ્તાક્ષરિત બેટ પણ ભેટમાં આપ્યું.'