World

જાપાનના વડાપ્રધાનને PM મોદીએ આપી પ્રાચીન રત્ન ચંદ્રમણિથી બનેલી ખૂબ જ કિંમતી ગિફ્ટ, જુઓ ખાસિયત

By GS TEAM
30 Aug 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની યાત્રા પર છે. આ દરમિયાન પીએમ મોદીની મુલાકાત જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જાપાનના પીએમ અને તેમના પત્નીને કેટલીક ખાસ ભેટ પણ આપી હતી

Summarized by AI; it may make mistakes. Check important info

જાપાનના વડાપ્રધાનને PM મોદીએ આપી પ્રાચીન રત્ન ચંદ્રમણિથી બનેલી ખૂબ જ કિંમતી ગિફ્ટ, જુઓ ખાસિયત

PM Modi Gifts Japan PM: વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની યાત્રા પર છે. આ દરમિયાન પીએમ મોદીની મુલાકાત જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ જાપાનના પીએમ અને તેમના પત્નીને કેટલીક ખાસ ભેટ પણ આપી હતી. 

આ પણ વાંચો: 'વિશ્વ નેતાઓને મળવા ઉત્સુક છું...', ચીનના તિયાનજિન પહોંચ્યા PM મોદી, રેડ કારપેટ પર થયું ભવ્ય સ્વાગત

પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાનને કિંમતી પથ્થર અને ચાંદીના ચૉપસ્ટિક્સથી બનેલો રેમેન બાઉલ ભેટમાં આપ્યો છે. આ સાથે પીએમ મોદીએ શિગેરુની પત્નીને પશ્મિના શાલ ભેટ આપી છે.

પીએમ મોદીની ભેટ

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પીએમ મોદીએ શિગેરુને જે બાઉલ અને ચૉપસ્ટિક્સ ભેટમાં આપ્યા છે તે ભારતીય કારીગરી અને જાપાની પરંપરાનું અદ્ભુત મિશ્રણ છે. જેમાં ભૂરા રંગનો એક મોટો મૂનસ્ટોન (ચંદ્રમણિ )બાઉલ અને 4 નાના- નાના બાઉલ છે. આ ઉપરાંત બોક્સમાં 2 ચાંદીના ચૉપસ્ટિક્સ પણ જોઈ શકાય છે. પીએમ મોદીની આ ભેટ જાપાનની ડોનબુરી અને સોબા પરંપરાની ઝલક રજૂ કરે છે.


કેમ ખાસ છે આ ભેટ

મૂનસ્ટોન એટલે કે ચંદ્રમણિ પથ્થર વિશે વાત કરવામાં આવે તો, આ આંધ્રપ્રદેશમાં જોવા મળે છે, જેને પ્રેમ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. પીએમ મોદીએ ભેટમાં આપેલા મોટા બાઉલનો બેઝ મકરાન માર્બલમાંથી બનેલો છે, જેમાં રાજસ્થાનની પ્રાચીન કારી શૈલી પણ જોવા મળે છે. 

આ પણ વાંચો: આ રીતે તો ગરીબ થઇ જઇશું...' ટેરિફ અંગે કોર્ટે મોટો ઝટકો આપતા ટ્રમ્પનું પહેલું રિએક્શન

પશ્મીના શાલ

પશ્મીના શાલ વિશે વાત કરવામાં આવે તો, આ એક ઊનમાંથી બનેલી શાલ છે, જે લદ્દાખના ચાંગથાંગી બકરીના વાળમાંથી બનાવવામાં આવે છે. આ શાલ તેના હળવા વજન, નરમ કાપડ અને હૂંફ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. કાશ્મીરી કારીગરો આ શાલ હાથથી તૈયાર કરે છે. મોંઘી અને કિંમતી હોવાથી પશ્મીના શાલને રાજશાહીનું પ્રતીક માનવામાં આવે છે.