Get The App

7 વર્ષ બાદ ચીન પહોંચેલા વડાપ્રધાન મોદીનું તિયાનજિનમાં ભવ્ય સ્વાગત, જુઓ VIDEO

Updated: Aug 30th, 2025

GS TEAM

Google News
Google News
7 વર્ષ બાદ ચીન પહોંચેલા વડાપ્રધાન મોદીનું તિયાનજિનમાં ભવ્ય સ્વાગત, જુઓ VIDEO 1 - image

PM Modi in China: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કરીને ટોક્યોથી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા. તેઓ અહીં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં સામેલ થશે. ચીનમાં વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયાનજિનની એક હોટલમાં ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય પર આધારિત પ્રસ્તુતિઓ જોતા. આ કલાકાર ચીનના નાગરિક છે, જે વર્ષોથી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય શીખી રહ્યા છે.

તિયાનજિનમાં ભારતીય સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

ચીનના તિયાનજિનમાં ભારતીય સમુદાયે વડાપ્રધાન મોદીનું ખૂબ ઉત્સાહથી સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના કેટલાક લોકો સાથે વાતચીત પણ કરી.

SCO સમિટમાં વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ચીનના તિયાનજિન પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચાર-વિમર્શ અને અલગ અલગ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું.'

SCO સમિટમાં ભાગ લેનારા મુખ્ય નેતાઓની યાદી

SCO બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશના દિગ્ગજ વડાઓ સામેલ થશે. આ આયોજન ચીનના તિયાનજિન શહેરમાં થશે. બે દિવસીય આ સંમેલનમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ હિસ્સો લેશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી - ભારત
  • પ્રમુખ વ્લાદિમીર પુતિન - રશિયા
  • પ્રમુખ શી જિનપિંગ - ચીન
  • પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન - ઈરાન
  • નાયબ વડાપ્રધાન ઇશાક ડાર - પાકિસ્તાન
  • પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન - તૂર્કિયે
  • વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ - મલેશિયા
  • સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ - યુએન

PM મોદીની હાજરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ: ચીન

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ​​ગુરુવારે કહ્યું હતું કે, 'SCO સમિટ માટે PM મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના સમિટ અને દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચીન PM મોદીની આ મુલાકાતને ખૂબ મહત્ત્વ આપે છે. PMની ચીન મુલાકાત માત્ર SCO માટે જ નહીં, પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.'