World

PoKમાં અરાજકતા જેવી સ્થિતિ: મોંઘવારી અને રાજકીય અસંતોષ મુદ્દે બળવાના સૂર, આંશિક બ્લેકઆઉટ લાગુ

By GS TEAM
5 Oct 20252 mins read
TukuTouch Logo
PoKમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોંઘવારી અને રાજકીય અસંતોષ મુદ્દે PoKમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. હજારો લોકો આવામી એક્શન કમિટી(AAC)ના બેનર સાથે આર્થિક રાહત અને રાજકીય સુધારાની માગને લઈને રેલી યોજી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને આંશિક બ્લેકઆઉટ લાગુ કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

PoKમાં અરાજકતા જેવી સ્થિતિ: મોંઘવારી અને રાજકીય અસંતોષ મુદ્દે બળવાના સૂર, આંશિક બ્લેકઆઉટ લાગુ

PoK News : PoKમાં અરાજકતા જેવી સ્થિતિ સર્જાઈ છે. મોંઘવારી અને રાજકીય અસંતોષ મુદ્દે PoKમાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે. હજારો લોકો આવામી એક્શન કમિટી(AAC)ના બેનર સાથે આર્થિક રાહત અને રાજકીય સુધારાની માગને લઈને રેલી યોજી રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને આંશિક બ્લેકઆઉટ લાગુ કરાયું છે.

PoKમાં મોંઘવારી અને રાજકીય અસંતોષ મુદ્દે બળવાના સૂર

PoKમાં પાકિસ્તાની સેના વિરૂદ્ધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, AAC નામની સિવિલ સોસાયટીના ગ્રુપે લોટ અને વીજળીના વધતા ભાવોના વિરોધમાં અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, PoKના લોકો પાકિસ્તાનમાં રહેતા કાશ્મીરી શરણાર્થીઓ માટે અનામત 12 વિધાનસભા બેઠકોને રદ કરવાની માગ કરી રહ્યા છે.

પાક. આર્મી સાથે અથડામણમાં 10ના મોત

મળતી માહિતી મુજબ, આ  વિસ્તાર સંસાધનોની સમૃદ્ધિ અને મંગલા ડેમ જેવી મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ ધરાવે છે, છતાં અહીં રહેતા લોકો વીજળીના વધતા દરો અને ફુગાવાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી PoKમાં સામાન્ય લોકો અને પાકિસ્તાન આર્મી વચ્ચે અથડામણના દ્રશ્યો સામે આવે છે. પાકિસ્તાન આર્મી વચ્ચે અથડામણ હિંસક બનતા, આ ઘટનામાં ઓછામાં ઓછા 10 નાગરિકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. 

ધીરકોટ (બાગ જિલ્લો)માં ચાર પ્રદર્શનકારિયોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જ્યારે મુઝફ્ફરાબાદ, દદયાલ (મીરપુર) અને કોહાલા નજીક ચમ્યાતીમાં પણ ઘણા લોકો માર્યા ગયા હતા. જેમાં પથ્થરમારો કરી રહેલા વિરોધીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો.

PoKમાં વિરોધ પ્રદર્શનની સ્થાનિકોને અસર

સમગ્ર બનાવમાં પોલીસ તરફથી કરવામાં આવેલી ફાયરિંગને લઈને લોકો રોષે ભરાયા, જેના પરિણામ સ્વરૂપે લોકો સરકારી દમન સામે વિરોધ પર ઉતરી આવ્યા. જેમાં મુઝફ્ફરાબાદ તરફથી એક રેલી કાઢવામાં આવી. PoKમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની અસર ત્યાં રહેતા સ્થાનિક લોકોના સામાન્ય જનજીવન પર પણ પડી રહી છે. જેમાં વિરોધ પ્રદર્શનના કારણે ત્યાં બજાર, સ્કૂલ અને સાર્વજનિક પરિવહન પણ બંધ કરી દેવાયું છે. 

આ પણ વાંચો: 'નેતન્યાહૂ પર જરાય વિશ્વાસ નથી, ટ્રમ્પથી જ આશા...' ઈઝરાયલમાં જ દેખાવ શરૂ, જાણો શું કરી માગ

આ ઉપરાંત, પ્રદર્શનકારિયોનો અવાજ દબાવવા માટે અધિકારીઓએ ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પણ આંશિક રીતે કમ્યુનિકેશન બ્લેકઆઉટ લાગુ કર્યું છે. જ્યારે સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધસૈનિક દળની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.