Get The App

'નેતન્યાહૂ પર જરાય વિશ્વાસ નથી, ટ્રમ્પથી જ આશા...' ઈઝરાયલમાં જ દેખાવ શરૂ, જાણો શું કરી માગ

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
'નેતન્યાહૂ પર જરાય વિશ્વાસ નથી, ટ્રમ્પથી જ આશા...' ઈઝરાયલમાં જ દેખાવ શરૂ, જાણો શું કરી માગ 1 - image

Israel Hamas Peace Plan: હમાસ સામે ચાલી રહેલા યુદ્ધના અંત માટે ઈઝરાયલની જનતાને તેમની સરકાર પર વિશ્વાસ નથી. ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં સેંકડો લોકો નેતન્યાહૂ સરકારની વિરૂદ્ધમાં દેખાવો કરવાં રસ્તા પર ઉતર્યા છે. આ દેખાવકારો સરકારને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા અને તમામ બંધકોની મુક્તિના કરાર પર સહમતિ આપવા અપીલ કરી રહ્યા છે.

કેટલાક દેખાવકારોએ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમને નેતન્યાહૂના બદલે ટ્રમ્પની શાંતિ યોજના પર વધુ વિશ્વાસ છે. સેંકડો લોકોએ ટ્રમ્પના યુદ્ધ વિરામ માટેની શાંતિ યોજનાને સમર્થન આપ્યું છે.

નેતન્યાહૂ યુદ્ધની સમાપ્તિમાં રોડા નાખી રહ્યા છે

ઘણા દેખાવકારોએ જણાવ્યું હતું કે, નેતન્યાહૂ ગાઝા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા રોડા નાખી રહ્યા છે. નેતન્યાહૂએ આ શાંતિ કરારોમાં અવરોધ ઊભો કર્યો છે, પરંતુ આ વખતે અમને આશા રાખે છે કે કરાર આગળ વધશે. ઉલ્લેખનીય છે, 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયલ પર હમાસે હુમલો કરતાં આશરે 1200થી વધુ લોકો માર્યા ગયાં હતાં. તેમજ 251 ઈઝરાયલીને બંધક બનાવી ગાઝા લઈ જવામાં આવ્યા હતા. ગાઝામાં યુદ્ધ દરમિયાન ઈઝરાયલની સેનાના 400થી વધુ જવાનો માર્યા ગયા હતાં.



નેતન્યાહૂના નિર્ણયની ટીકા

તેલ અવીવમાં આ યુદ્ધનો અંત લાવવા અપીલ કરતાં સેંકડો લોકો દેખાવો કરી રહ્યા છે. દસ હજારથી વધુ ઈઝરાયલીએ હોસ્ટેજ સ્ક્વેર ખાતે દેખાવો કર્યા હતા. તેમણે નેતન્યાહૂને ગાઝા પર હુમલા બંધ કરવાની માગ કરી હતી. હમાસે યુએસના શાંતિ કરાર પર સહમતિ દર્શાવ્યા બાદ નેતન્યાહૂ પર દબાણ કરી રહ્યા છે કે, તેઓ પણ ટ્રમ્પના શાંતિ કરાર સ્વીકારે. આ શાંતિ કરારમાં ગાઝામાં બંધક બનાવેલા 48 લોકોને મુક્ત કરવાની જોગવાઈ છે. ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં સતત હુમલાઓ કરી રહી છે.


'નેતન્યાહૂ પર જરાય વિશ્વાસ નથી, ટ્રમ્પથી જ આશા...' ઈઝરાયલમાં જ દેખાવ શરૂ, જાણો શું કરી માગ 2 - image