Get The App

બાંગ્લાદેશ હિંસા : હાદીને દફનાવ્યા બાદ બેકાબૂ ભીડ સંસદ તરફ દોડી, પ્રદર્શનોમાં આતંકીઓ પણ સામેલ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશ હિંસા : હાદીને દફનાવ્યા બાદ બેકાબૂ ભીડ સંસદ તરફ દોડી, પ્રદર્શનોમાં આતંકીઓ પણ સામેલ 1 - image


Osman Hadi funeral: બાંગ્લાદેશમાં શરૂફ ઉસ્માન હાદીના મોત બાદ થયેલા વિરોધ પ્રદર્શનોમાં પ્રતિબંધિત સંગઠનોના લોકો પણ ઉપસ્થિત રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે સુરક્ષા એજન્સી પર આવા તત્ત્વો સામે મૂક દર્શકે બની રહેવાનો આરોપી લાગી રહ્યો છે. આમ હાદીને દફનાવ્યા બાદ બેકાબૂ ભીડ સંસદ તરફ દોડી છે. જ્યારે પ્રદર્શનોમાં આતંકીઓ પણ સામેલ આવ્યું છે, ત્યારે બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છે.

હાદીને દફનાવ્યા બાદ બેકાબૂ ભીડ સંસદ તરફ દોડી

ઢાકામાં શાહબાગના પ્રદર્શનમાં ભારત અને બાંગ્લાદેશના પ્રતિબંધિત જિહાદી સંગઠન અંસારુલ્લાહ બાંગલાના નેતાઓ આધ્યાત્મિક વિચારક જાસિમ ઉદ્દીન રહમાનિયા અને અતૌર રહમાન બિક્રમપુરીને ભીડમાં લીડ કરતાં જોવા મળે છે. જ્યારે બાંગ્લાદેશમાં વ્યવસ્થા સંપૂર્ણ રીતે ચરમ સીમા પર છે અને જનતા આર્મીનું પણ સાંભળી રહી નથી. જે બાંગ્લાદેશની સ્થિરતા અને આગામી ચૂંટણીને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે.

બાંગ્લાદેશમાં જનતા હવે સૈન્યનું પણ સાંભળતી નથી

બાંગ્લાદેશમાં જનતા હવે સૈન્યનું પણ સાંભળતી નથી. આજે(20 ડિસેમ્બર) સંસદ પરિસર નજીક ઉસ્માન હાદીને ફાંસી આપ્યા બાદ, ભીડ બેકાબૂ બનીને સંસદ તરફ દોડવા લાગી હતી. અહેવાલો અનુસાર, ભીડે સંસદના એક ભાગને લૂંટી લીધો હતો. આશ્ચર્યજનક રીતે સૈન્યએ ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભીડ સૈનિકોને પાછળ ધકેલીને આગળ વધી હતી.

બાંગ્લાદેશ હિંસા : હાદીને દફનાવ્યા બાદ બેકાબૂ ભીડ સંસદ તરફ દોડી, પ્રદર્શનોમાં આતંકીઓ પણ સામેલ 2 - image

બાંગ્લાદેશમાં યુવા નેતા ઉસ્માન હાદીની હત્યાના વિરોધમાં દેશભરમાં હિંસક પ્રદર્શન થયા છે, જેમાં મીડિયા કાર્યાલયો પર હુમલો અને તોડફોન કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ ભારતીય રાજદ્વારીઓ અને કેટલાક અન્ય સ્ત્રોતોએ સંકેત આપ્યા કે હાલના નબળા વહીવટીતંત્રનો ફાયદો ઉઠાવીને ચરમપંથી અને ઈસ્લામી તાકાત આ પ્રદર્શનમાં સક્રિય થઈ રહી છે. એક રિપોર્ટ મુજબ, હાદીએ બાંગ્લાદેશ ખિલાફત યુથ મજલિસ જેવા પ્રતિબંધિત સંગઠનો સાથે સહયોગ કર્યો હતો, જેનો હેતુ શરિયા કાયદો લાગુ કરવાનો છે. 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં યુવા નેતાની હત્યા બાદ પરિસ્થિતિ બેકાબુ, બીજી તરફ પાકિસ્તાનમાં પણ મોટો કાંડ

સુરક્ષાદળોએ વિરોદ પ્રદર્શન દરમિયાન કોઈ કાર્યવાહી ન કરવાનો આરોપી છે. જોકે, અધિકારીઓએ હિંસાની નિંદા કરી છે, સંયમ રાખવાનો આગ્રહ કર્યો છે અને કેટલાક વિસ્તારોમાં સુરક્ષા વધારી દીધી છે. જેમાં ઢાકાના રાજદ્વારી વિસ્તારો પણ સામેલ છે. જ્યારે વચગાળાની સરકારે નાગરિકોને અરાજકતાવાદી તત્ત્વો દ્વારા થતી હિંસાનો વિરોધ કરવા વિનંતી કરી છે અને હાદીના હત્યારાઓ સામે કોઈપણ પ્રકારની ઉદારતા નહીં દાખવવાનો સંકલ્પ લીધો છે.