અમેરિકામાં વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાની હવા કાઢી નાંખી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pentagon Report on Iran Military Capabilities: અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ વચ્ચે પેન્ટાગોનના એક ન્યૂઝ રિપોર્ટે આંતરરાષ્ટ્રીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. અમેરિકન રક્ષા વિભાગ(પેન્ટાગોન)ની ગુપ્તચર શાખાના અહેવાલ મુજબ, ઈરાનની સૈન્ય ક્ષમતા હજુ પણ મજબૂત છે. આ રિપોર્ટ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણમંત્રી પીટ હેગસેથના એ દાવાઓથી તદ્દન વિપરીત છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે તાજેતરના સંઘર્ષોમાં ઈરાની સેનાને ભારે નુકસાન થયું છે અને તેની તાકાત નબળી પડી છે. આ આંતરિક આકલન બહાર આવ્યા બાદ ટ્રમ્પ અને હેગસેથના નિવેદનો પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
ઈરાન દ્વારા અમેરિકાના પ્રસ્તાવનો અસ્વીકાર
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની નેતૃત્વની સીધી અપીલને ધ્યાનમાં રાખીને ઈરાન સાથેના યુદ્ધવિરામને લંબાવવાની જાહેરાત કરી છે. પાકિસ્તાને આયોજિત સૈન્ય હુમલામાં વિલંબ કરવા માટે વિનંતી કરી હતી, જેને પગલે સમયસીમા સમાપ્ત થવાના થોડા કલાકો પહેલા જ આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેહરાને આ જાહેરાતનો આકરો વિરોધ કર્યો છે. ઈરાનના સંસદ અધ્યક્ષના સલાહકાર મહદી મોહમ્મદીએ જણાવ્યું હતું કે, હારેલો પક્ષ શરતો નક્કી કરી શકે નહીં. તેમણે અમેરિકા દ્વારા ચાલુ રાખવામાં આવેલી ઘેરાબંધીને બોમ્બમારો સમાન ગણાવી છે અને ઈરાની સેનાને વળતો લશ્કરી જવાબ આપવા આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો: સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
અમેરિકા-ઈરાન વચ્ચે રાજદ્વારી મડાગાંઠ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી રાજદ્વારી મડાગાંઠ વધુ ઘેરી બની છે. અગાઉ ઇસ્લામાબાદમાં 21 કલાક લાંબી ચાલેલી વાતચીત બાદ પણ કોઈ નક્કર સમજૂતી થઈ શકી નહોતી. પેન્ટાગોનનો રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે ઈરાનનું સૈન્ય માળખું હજુ પણ પશ્ચિમ એશિયામાં એક પ્રભાવશાળી શક્તિ તરીકે અકબંધ છે, જેને સંપૂર્ણપણે નબળું પાડી શકાયું નથી. આ સ્થિતિમાં કૂટનીતિ નિષ્ફળ જતી દેખાઈ રહી છે અને બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ યથાવત્ છે.









