અસીમ મુનીર વરદી પહેરેલો લાદેન, પેન્ટાગોનના પૂર્વ અધિકારીએ જ ઉઠાવ્યા અમેરિકાની નીતિ પર સવાલ
Pentagon Official Michael Rubin On Asim Munir: અમેરિકા અને રશિયા વચ્ચે થનારી પ્રસ્તાવિત બેઠક પહેલા પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રુબિને પાકિસ્તાન અને તેના સેના પ્રમુખ જનરલ મુનીર પર આકરા પ્રહારો કર્યા છે. રુબિને મુનીરને વરદી પહેરેલો ઓસામા બિન લાદેન ગણાવતા હોબાળો મચી ગયો છે.
માઈકલ રુબિને શું કહ્યું?
રૂબિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અભિગમ પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને હોર્સ ટ્રેડિંગના આદી છે, પરંતુ એ સમજવું મહત્વપૂર્ણ છે કે ખોટો શાંતિ કરાર ખરેખર યુદ્ધને આગળ વધારી શકે છે. ટ્રમ્પની મહત્ત્વાકાંક્ષા નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાની છે, પરંતુ તેમણે સમજવું જોઈએ કે આતંકવાદને માત્ર ફરિયાદોના ચશ્માથી ન જોઈ શકાય.
પાકિસ્તાન વિશ્વને ધમકાવી રહ્યું છે
પેન્ટાગોનના આ પૂર્વ અધિકારીએ પાકિસ્તાન પર પરમાણુ હથિયારોથી લઈને આંતરરાષ્ટ્રીય સમુદાયને ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમના મતે જ્યારે કોઈ દેશ અડધા વિશ્વને પરમાણુ હથિયારોથી ધમકાવે છે, તેથી એ સ્પષ્ટ સંકેત છે કે તેણે એક કાયદેસર રાજ્ય બનવાનો અધિકાર ગુમાવી દીધો છે.
આ પણ વાંચો:'બે જ મિનિટમાં હું સમજી જઈશ કે ડીલ થશે કે નહીં?', પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પની બડાઈ
અમેરિકા પોતાની નીતિઓ પર ગંભીરતાથી વિચાર કરે
રુબિને તો એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ હવે પાકિસ્તાન પ્રત્યેની પોતાની નીતિઓ પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો જોઈએ. તેમનું માનવું છે કે, ભવિષ્યમાં અમેરિકન વહીવટીતંત્રે પાકિસ્તાન જઈને તેના પરમાણુ હથિયારોની સુરક્ષા પોતાના હાથમાં લેવાનું વિચારવું પડશે, કારણ કે આ વિકલ્પ એટલો ખતરનાક છે કે તેને અવગણી શકાય નહીં. અમેરિકા અને રશિયા વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટો પહેલાથી જ વૈશ્વિક રાજકીય વાતાવરણમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.