Get The App

VIDEO : પેરુમાં ભયાનક દુર્ઘટના, અકસ્માત બાદ બસ ખીણમાં ખાબકી, 37 મુસાફરોના મોત

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : પેરુમાં ભયાનક દુર્ઘટના, અકસ્માત બાદ બસ ખીણમાં ખાબકી, 37 મુસાફરોના મોત 1 - image


Peru Passenger Bus Accident : દક્ષિણી પેરુના અરેક્વિપા વિસ્તારમાં બુધવારે (12 નવેમ્બર) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ચાલા શહેરથી અરેક્વિપા જઈ રહેલી એક મુસાફર બસ અન્ય એક વાહન સાથે અથડાયા બાદ 200 મીટર ઊંડી ખીણમાં ઓકોના નદી કિનારે ખાબકી છે.

37ના મોત, 26 ઈજાગ્રસ્ત ત્રણની હાલત ગંભીર

અરેક્વિપાના પ્રાદેશિક આરોગ્ય પ્રમુખ વાલ્થર ઓપોર્ટોના જણાવ્યા મુજબ, બસ ઓકોના જિલ્લામાંથી પસાર થઈ રહી હતી. બસે એક વાનને ટક્કર મારી, જેના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો અને બસ રસ્તા પરથી પલટીને ઊંડી ખીણમાં ખાબકી હતી. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 37 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 26 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં ત્રણની હાલત ગંભીર છે.

આ પણ વાંચો : 'વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાની આવક માટે સારા, નહીંતર યુનિવર્સિટીઓ બંધ...' ટ્રમ્પના સૂર બદલાયા!

વાનનો બચાવવાના પ્રયાસમાં બસ ખીણમાં ખાબકી

સ્થાનિક ફાયર બ્રિગેડના વાહનો અને બચાવ દળની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને હેલિકોપ્ટર અને એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રારંભિક રિપોર્ટમાં બસ ચાલકે વચમાં આવેલી વાનથી બચવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : 'ઘરમાં ઘૂસી હુમલો કરીશું, સજ્જડ જવાબ મળશે', ખ્વાઝા આસિફની અફઘાનિસ્તાનને ધમકી

Tags :