Get The App

ઈઝરાયલી યુવકની હેવાનિયત કેમેરામાં કેદ! 55 વર્ષીય પેલેસ્ટિની મહિલાને નિર્દયતાપૂર્વક મારી

Updated: Oct 21st, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલી યુવકની હેવાનિયત કેમેરામાં કેદ! 55 વર્ષીય પેલેસ્ટિની મહિલાને નિર્દયતાપૂર્વક મારી 1 - image

Israel vs Gaza war Update: ઈઝરાયલના કબ્જા હેઠળના વેસ્ટ બેંકમાં હેવાનિયતની હદ વટાવી દેતી એક ઘટના સામે આવી છે. અહીં, જૈતુન (ઓલિવ) વીણી રહેલી 55 વર્ષીય પેલેસ્ટાઇનની મહિલા પર એક નકાબપોશ યહૂદી ઈઝરાયેલી યુવકે માથા પર ડંડા વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ગંભીર હતો કે મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

આ પણ વાંચોઃ 88 લાખ રૂપિયામાં H-1B વિઝાનો નિયમ આજથી લાગુ, જાણો કોને મળશે છૂટ, ભારતીયો પર થશે અસર



ઘટના કેમેરામાં કેદ 

અહેવાલ મુજબ, આ સંપૂર્ણ ઘટનાને એક અમેરિકન પત્રકાર, જૈસ્પર નથાનિએલ દ્વારા વીડિયોમાં કેદ કરી લેવામાં આવી હતી. આ હુમલો રવિવારે સવારે તુરમુસ અય્યા નામના પેલેસ્ટિાઇનના ગામમાં થયો હતો. પત્રકાર નથાનિએલના જણાવ્યા અનુસાર, હુમલાખોરે ડંડાના પહેલા જ પ્રહારથી મહિલાને બેભાન કરી દીધી હતી અને તે જમીન પર પડે તે પહેલાં તેના પર બીજો પ્રહાર કર્યો હતો. પીડિત મહિલાનું નામ ઉમ્મ સાલેહ અબુ આલિયા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃ 'સારું છે, સપના જોતા રહો...' ખામેનાઈએ પરમાણુ કેન્દ્રો પર હુમલાના ટ્રમ્પના દાવાઓની ઠેકડી ઉડાડી

ઈઝરાયલી સૈનિકોએ હુમલો કરવા ઉશ્કેર્યાનો આરોપ 

આ ઘટના અંગે, ઈઝરાયલી સેના (IDF)એ જણાવ્યું હતું કે, તેમના સૈનિકોના આગમન પછી આ અથડામણ સમાપ્ત થઈ હતી અને તેઓ વસાહતીઓ (સેટલર્સ) દ્વારા કરવામાં આવતી "કોઈપણ પ્રકારની હિંસાની સખત નિંદા કરે છે." જોકે, પત્રકાર જૈસ્પર નથાનિએલે ઈઝરાયલી સેનાના દાવાને નકારી કાઢ્યો છે. તેણે આરોપ લગાવ્યો છે કે, ઈઝરાયેલી સૈનિકો હુમલા પહેલાથી જ ઘટનાસ્થળે હાજર હતા અને તેમણે હુમલાખોર યુવકને હુમલો કરવા માટે ઉશ્કેર્યો હતો. જેવું જ ઈઝરાયેલી યુવકે હુમલો શરૂ કર્યો, તેના ઠીક પહેલાં સૈનિકો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ આરોપથી ઈઝરાયેલી સેનાની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થયા છે.