World

શાંતિ સ્થાપિત ન થઈ તો યુદ્ધ થશે, સીઝફાયર બાદ પણ પાકિસ્તાનની અફઘાનિસ્તાનને ધમકી

By GS TEAM
25 Oct 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. બંને દેશ વચ્ચે એક અઠવાડિયા યુદ્ધ ચાલ્યા બાદ 19 ઓક્ટોબરના રોજ કતારની મધ્યસ્થતાના કારણે અસ્થાઈ રીતે સીઝફાયર થયું હતું. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ ઇસ્તાંબુલમાં શરૂ થયો છે, જેમાં પાકિસ્તાને ખુલ્લેઆમ અફઘાનિસ્તાનને ધમકી આપી કે, 'શાંતિ સ્થાપિત ન થઈ તો યુદ્ધ થશે..'

Summarized by AI; it may make mistakes. Check important info

શાંતિ સ્થાપિત ન થઈ તો યુદ્ધ થશે, સીઝફાયર બાદ પણ પાકિસ્તાનની અફઘાનિસ્તાનને ધમકી

Pakistan's Threat To Afghanistan : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. બંને દેશ વચ્ચે એક અઠવાડિયા યુદ્ધ ચાલ્યા બાદ 19 ઓક્ટોબરના રોજ કતારની મધ્યસ્થતાના કારણે અસ્થાઈ રીતે સીઝફાયર થયું હતું. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શાંતિ મંત્રણાનો બીજો રાઉન્ડ ઇસ્તાંબુલમાં શરૂ થયો છે, જેમાં પાકિસ્તાને ખુલ્લેઆમ અફઘાનિસ્તાનને ધમકી આપી કે, 'શાંતિ સ્થાપિત ન થઈ તો યુદ્ધ થશે..'

પાકિસ્તાનના રક્ષા મંત્રીએ શું કહ્યું?

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપતા કહ્યું કે, 'જો બંને દેશ વચ્ચે શાંતિ ન સ્થાપિત થઈ તો અફઘાનિસ્તાન સાથે ખુલ્લું યુદ્ધ થશે. અફઘાનિસ્તાન શાંતિ ઈચ્છે છે, પરંતુ બંને દેશ વચ્ચે ઈસ્તાંબુલમાં જો કોઈપણ પ્રકારની સહમતિ નહીં થાય તો યુદ્ધ થશે.'

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવના ઘણા કારણો છે. જેમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા આતંકી સંગઠનોનું અફઘાનિસ્તાન પરથી પાકિસ્તાન પર હુમલો કરવાથી લઈને બોર્ડર વિવાદનો સમાવેશ થાય છે. તુર્કી અને કતાર વાસ્તવમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે શાંતિ વાટાઘાટોમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

ઓગસ્ટ 2021માં તાલિબાને કાબુલ પર કબજો કર્યો ત્યારથી પાકિસ્તાન સતત હુમલાઓનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનનો આરોપ છે કે, TTP આતંકવાદીઓને અફઘાન ધરતીથી હુમલા કરવાની છૂટ આપવામાં આવી રહી છે. પરંતુ અફઘાન વહીવટીતંત્ર નક્કર પગલાં લઈ રહ્યું નથી.

આ પણ વાંચો: ભારત સાથે યુદ્ધ કરવાથી પાકિસ્તાનને કશું મળશે નહીં, ગુમાવશે : પૂર્વ CIA ચીફ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે 2,611 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇન પર પણ વિવાદ ચાલી રહ્યો છે. અફઘાનિસ્તાન તેને સત્તાવાર બોર્ડર તરીકે માન્યતા આપતું નથી, જેના કારણે વારંવાર સરહદી અથડામણો અને ગોળીબાર થાય છે.