Get The App

પાકિસ્તાની જનરલે ભારત માટે નીચલા સ્તરની ભાષાનો પ્રયોગ કરતાં આપી પોકળ ધમકી

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની જનરલે ભારત માટે નીચલા સ્તરની ભાષાનો પ્રયોગ કરતાં આપી પોકળ ધમકી 1 - image

Pakistani general Ahmed Sharif Chaudhry: ગત મે મહિનામાં ભારત સામે કારમી હારનો સામનો કરનાર પાકિસ્તાન એટલું હતાશ થઈ ચૂક્યું છે કે, પાકિસ્તાની સેનાના જનરલ હવે સડકછાપ ભાષા પર ઉતરી આવ્યા છે. તાજેતરમાં જ પાકિસ્તાની સેનાના પ્રવક્તા અને ઈન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (DG ISPR) ના પ્રમુખે એક પ્રેસ બ્રીફિંગમાં ભારતને પોકળ ધમકી તો આપી જ પરંતુ આ સાથે જ તેમણે ખૂબ જ નીચલા સ્તરની ભાષાનો પણ પ્રયોગ કર્યો. 

મજા ન કરાવી દીધી તો પૈસા પાછા: પાકિસ્તાની જનરલ

પોતાના નિવેદનમાં પાકિસ્તાની સૈન્ય પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે, 'ભારત ક્યારેય પાકિસ્તાનના અસ્તિત્વને સ્વીકારશે નહીં તેથી  તેણે તૈયાર રહેવાની જરૂર છે. ભારત તમારા અસ્તિત્વને સ્વીકારવા તૈયાર નથી. તેઓ કહી રહ્યા છે કે, દુશ્મનનો દુશ્મન મિત્ર છે. આવી જાઓ તમારે જે કરવું હોય એ કરો. જમણી બાજુથી આવવું છે, ડાબી બાજુથી આવવું છે, ઉપરથી આવવું છે,  નીચેથી આવવું છે, એકલા આવવું છે કે કોઈની સાથે આવવું છે. જેમ આવવું હોય એમ આવો. એક વાર મજા ન કરાવી દીધી તો પૈસા પાછા.'

તમને જણાવી દઈએ કે, આ એ જ અહેમદ શરીફ કુરેશી છે જેમણે ભરી પ્રેસ કોન્ફરન્સમાં એક મહિલા પત્રકારને આંખ મારી હતી. તે સમયે સોશિયલ મીડિયા પર લોકોએ પાકિસ્તાની જનરલની આકરી નિંદા કરી હતી અને તેમના પર રોષ ઠાલવ્યો હતો. હવે આવી ભાષાનો પ્રયોગ પાકિસ્તાની સૈન્યમાં વધતી જતી હતાશાનો સંકેત આપી રહી છે. 

આવા નીચલા સ્તરની ભાષાનો પ્રયોગ ગંભીર બાબત

એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાની જનરલની આ પ્રકારની ભાષાનો પ્રયોગ પાકિસ્તાની સેનામાં ઊંડી અશાંતિ દર્શાવે છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્તમાન લશ્કરી પ્રવક્તા દ્વારા આવી સડકછાપ ભાષાનો પ્રયોગ એક ગંભીર બાબત છે.

આ પણ વાંચો: ટ્રમ્પને કારણે NATO માં બબાલ, યુરોપના દેશોએ અમેરિકાને ધમકાવતા કહ્યું - આ યુદ્ધ સમાન ગણાશે

અત્યાર સુધી DG ISPRની પ્રેસ કોન્ફરન્સ સામાન્ય રીતે એક નિર્ધારિત માળખામાં ભારત વિરોધી નિવેદનો સુધી મર્યાદિત રહેતી હતી, પરંતુ આ વખતે સૂર બદલાયેલો નજર આવ્યો. સૂત્રોનું કહેવું છે કે ઔપચારિક લશ્કરી અથવા રાજદ્વારી શબ્દોને બદલે કટાક્ષપૂર્ણ વાક્યનો ઉપયોગ આત્મવિશ્વાસ નહીં પરંતુ અસુરક્ષાને પ્રતિબિંબિત કરે છે.