ફેક પોસ્ટ વાઈરલ થતાં હાનિયા આમિરની ચોખવટ, પહલગામ આતંકી હુમલા અંગે આપ્યું રિએક્શન
Hania Aamir Clarification on Fake Post: પહલગામ એટેક બાદ પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિરની એક ફેક પોસ્ટ ખૂબ જ ઝડપથી વાઈરલ થઈ રહી છે. જેમાં તે પાકિસ્તાની આર્મીને હુમલાની જવાબદાર જણાવે છે. ફેક પોસ્ટમાં જનરલ આસિમ મુનીરને બગડતી સ્થિતિ માટે જવાબદાર ગણતા વડાપ્રધાન મોદીને અપીલ કરી હતી કે, તેઓ પાકિસ્તાની આર્મી સામે એક્શન લે ન કે ત્યાંના નાગરિકો પર.
ફેક પોસ્ટ પર હાનિયાની પ્રતિક્રિયા
આ મામલો વધુ વકરતા હાનિયાએ આ ફેક પોસ્ટ પર રિએક્ટ કર્યું છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી કે, સોશિયલ મીડિયા પર મારા નામથી જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે. મારે તેના સાથે કોઈ નિસ્બત નથી. મેં આવું કોઈ નિવેદન નથી આપ્યું.
પહલગામ હુમલામાં મૃતકના પરિવાર માટે સંવેદના વ્યક્ત કરી
એક્ટ્રેસે પહલગામના મૃતકો માટે પણ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. હાનિયાએ લખ્યું કે, 'જે નિર્દોષોનો જીવ ગયો છે તેમના પરિવાર આ હુમલાથી દુઃખી છે. આ ઘટનાથી મારૂ દિલ તૂટી ગયું છે. આ ખૂબ જ નાજૂક અને ઇમોશનલ સમય છે. આ દુઃખ વાસ્તવિક છે, જેને સહાનુભૂતિની જરૂર છે, રાજકારણની નહીં. કટ્ટરપંથીઓની આ હરકત આખા દેશ અને તેમના લોકોનું પ્રતિનિધિત્વ નથી કરતું.'
આ પણ વાંચોઃ 'સિંધુ નદી પર હુમલો એક્ટ ઓફ વૉર ગણાશે...' બિલાવલ ભુટ્ટોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
શાંતિની અપીલ
હાનિયાએ પોતાની પોસ્ટમાં સકારાત્મકતા ફેલાવવાની વાત કરી હતી. આ સાથે જ એક્ટ્રેસે શાંતિની અપીલ કરી હતી. હાનિયાના ફેન્સે પણ તેનો સપોર્ટ કર્યો અને આભાર વ્યક્ત કર્યો.