Get The App

ડરના માર્યા પાકિસ્તાનની ઊંઘ હરામ, ટ્રમ્પ પાસે મદદ માગી કહ્યું- ‘અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા નહીં ઈચ્છતા’

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
ડરના માર્યા પાકિસ્તાનની ઊંઘ હરામ, ટ્રમ્પ પાસે મદદ માગી કહ્યું- ‘અમે મોટા દેશ સાથે યુદ્ધ કરવા નહીં ઈચ્છતા’ 1 - image


Pakistan Urges Donald Trump : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના એંધાણની વિશ્વભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ભારત ગમે ત્યારે હુમલો કરશે, તેવા ડર હેઠળ જીવી રહેલું પાકિસ્તાન રશિયા બાદ હવે અમેરિકા પાસે મદદ માંગવા પહોંચ્યું છે. અમેરિકા સ્થિત પાકિસ્તાનના રાજદૂત રિજવાન સઈદ શેખે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને અપીલ કરી છે કે, તેઓ બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને ઘટાડવામાં મદદ કરે. આ પહેલા પાકિસ્તાન રશિયા પાસે પહોંચ્યું, ત્યારે રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં ભારત સાથે વાતચીત કરી મુદ્દો ઉકેલવા સલાહ આપી હતી. 

પાકિસ્તાની રાજદૂતે ટ્રમ્પના ભરપૂર વખાણ કરી વિવાદ ઉકેલવા વિનંતી કરી

પાકિસ્તાની રાજદૂતે કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જેવી રીતે યુરોપ અને મિડલ ઈસ્ટમાં ઘર્ષણ ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેવી જ રીતે સાઉથ એશિયામાં પણ શાંતિ સ્થાપવા માટે પગલાં લેવા જોઈએ. તેમણે અમેરિકન મેગેઝીન ન્યૂઝવીકના એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, ‘અમારી પાસે એવા રાષ્ટ્રપ્રમુખ (ડોનાલ્ડ ટ્રમ્પ) છે, જેઓ વિશ્વભરમાં ચાલી રહેલા સંઘર્ષકાળ સમયમાં શાંતિ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેઓ યુદ્ધ ખતમ કરવાનો, ઘર્ષણ રોકવાનો અને વિવાદોને ઉકેલવા ઈચ્છી રહ્યા છે, તેથી તેમના માટે કાશ્મીરથી વધુ મહત્ત્વનું અને ખતરનાક (ખાસ કરીને ન્યૂક્લિયરની દ્રષ્ટિએ) મુદ્દો ન હોઈ શકે.

આ પણ વાંચો : અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, ભારત માટે કરી મોટી જાહેરાત

છેલ્લી સમજૂતીથી કાશ્મીર વિવાદનો અંત આવશે

પાકિસ્તાની રાજદૂતે ભારપૂર્વક કહ્યું કે, ‘ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને સમાપ્ત કરવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રે અગાઉના અમેરિકી પ્રયાસો કરતાં વધુ ગંભીર અને સતત પ્રયાસો કરવા પડશે. મને લાગે છે કે, હાલની પરિસ્થિતિને માત્ર તાત્કાલિક સંઘર્ષના ઉકેલ સુધી મર્યાદિત રાખવાને બદલે કાયમી ઉકેલ તરફ આગળ વધવાની તક છે.’ 

પાકિસ્તાને કાશ્મીર મુદ્દો ઉકેલવા વિશ્વભરને અપીલ કરી

રિજવાન સઈદ શેખે કાશ્મીર અંગે કહ્યું કે, ‘જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે છેલ્લો કરાર ન થાય અને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવો મુજબ સમાધાન લાગુ ન થાય, ત્યાં સુધી આ મામલે વારંવાર વિવાદ થતો રહેશે.’ તેમણે કાશ્મીર મુદ્દે ઉકેલવામાં સક્રિય ભૂમિકા નિભાવવા માટે અમેરિકા સહિત વિશ્વભરના દેશોને અપીલ કરી છે, જેથી કરીને મુદ્દાને ઉકેલી શકાશે અને આ ક્ષેત્રમાં શાંતિ સ્થાપી શકાશે.

આ પણ વાંચો : કરાંચી અને લાહોરનું એરસ્પેસ બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય

‘અમે યુદ્ધ ઈચ્છતા નથી, ખાસ કરીને કોઈ મોટા દેશ સાથે’

તેમણે કહ્યું કે, ‘પાકિસ્તાનની નિયમ યુદ્ધ કરવાની નહીં, પણ શાંતિ સ્થાપવાની છે. અમે યુદ્ધ ઈચ્છતા નથી, ખાસ કરીને કોઈ મોટા દેશ સાથે. શાંતિ આપણી આર્થિક પ્રગતિ અને આપણી રાષ્ટ્રીય વિચારસરણીના પક્ષમાં છે. જો યુદ્ધ કરવામાં આવશે તો અમે શરમ સાથે જીવવાના બદલે ઈજ્જતથી મરવાનું પસંદ કરીશું.’ 

‘પહલગામ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નહીં’

તેમણે એમ પણ કહ્યું કે, પહલગામ હુમલામાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. આવા હુમલાથી પાકિસ્તાના હિતોને નુકસાન થઈ શકે છે, તેમાં કોઈપણ ફાયદો નથી. આમાં જાણીજોઈને પાકિસ્તાનને બદલામ કરવામાં આવી રહ્યો છે. તેમની (ભારત) પાસે આક્ષેપ સાબિત કરવા માટે કોઈપણ પુરાવા નથી.’

આ પણ વાંચો : અમેરિકામાં ખતરનાક બીમારી ફેલાઈ, 8 રાજ્યોમાં કુલ 900 લોકો ઝપેટમાં

પાકિસ્તાની રાજદૂતે ભારતને આપી ધમકી

ભારત દ્વારા સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાની વાત બાબતે પાકિસ્તાની રાજદૂતે ચેતવણી આપતા કહ્યું કે, ‘જો પાણી રોકવાનો કોઈપણ પ્રયાસ કરવામાં આવશે અથવા આવી કોઈ હરકત જોવા મળશે તો તેને પાકિસ્તાન માટે યુદ્ધનું એલાન માનવામાં આવશે. પ્રેક્ટિકલી પાણી રોકવું મુશ્કેલ છે, પરંતુ જો 25 કરોડ લોકોની સલામતીનો મુદ્દો સામે આવશે તો કોઈપણ પ્રકારની અચડચણો સહન નહીં કરી શકાય.’

Tags :