Get The App

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, યુદ્ધના ભણકારા વચ્ચે ભારત માટે કરી મોટી જાહેરાત 1 - image


India-Pakistan Tension : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતને વિશ્વભરનું સમર્થન મળી રહ્યું છે. અમેરિકા (America), રશિયા (Russia) સહિત મોટાભાગના દેશોએ હુમલાની નિંદા કરી છે. હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ (US Secretary of Defense Pete Hegseth) અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) વચ્ચે ફોન પર વાત થઈ છે, જેમાં અમેરિકાએ મોટી જાહેરાત કરી કહ્યું કે, ‘અમે ભારતના સૈન્ય અધિકારોનું સમર્થન કરી છીએ.’ આ પહેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે વાત કરીને બંનેને તણાવ ઘટાડવા અપીલ કરી હતી. આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચીન જેવા દેશોએ પાકિસ્તાનનો સમર્થન આપ્યું છે.

અમેરિકાનું ભારતને મજબૂત સમર્થન

રાજનાથ સિંહે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, ‘અમેરિકન સંરક્ષણ મંત્રી હેગસેથ સાથે વાત થઈ છે. તેમણે પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના મોત પર દુઃખની લાગણી સાથે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. હેગસેથે કહ્યું કે, અમેરિકા ભારત સાથે એક થઈને ઉભો છે અને ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરે છે. તેમણે આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈમાં અમેરિકન સરકારનું મજબૂત સમર્થન હોવાનું કહ્યું છે.’

આ પણ વાંચો : કરાંચી અને લાહોરનું એરસ્પેસ બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય

અગાઉ બંને દેશોના વિદેશમંત્રીઓ વચ્ચે થઈ હતી વાત

ભારતીય સંરક્ષણ મંત્રીએ અમેરિકન સંરક્ષણ મંત્રીને કહ્યું કે, પાકિસ્તાનનું આતંકવાદી સંગઠનોને સમર્થન, તાલીમ અને નાણાંકીય મદદ કરવાનો ઈતિહાસ રહ્યો છે. વૈશ્વિક સમુદાયો માટે આતંકવાદ જેવા જધન્ય કૃત્યોની સ્પષ્ટ નિંદા કરવી અને તેને ઉજાગર કરવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ પહેલા એસ.જયશંકર અને અમેરિકન વિદેશ મંત્રી રુબિયોને કહ્યું હતું કે, કાશ્મીરમાં થયેલા ઘાતક આતંકી હુમલાના દોષિતોને કડકમાં કડક સજા આપવી જોઈએ.

ભયભીત પાકિસ્તાન એલર્ટ પર

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદીઓએ આડેધડ ગોળીબાર કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ ભારતે આતંકવાદીઓ આશ્રય આપતા પાકિસ્તાન પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર સસ્પેન્ડ કરવાની સાથે પાકિસ્તાની વિઝા પર રદ કરી દીધા છે. તો પાકિસ્તાને પણ પોતાની એરસ્પેસ ભારત માટે બંધ કરવા સહિતના નિર્ણયો લીધા છે. હાલ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ ચાલી રહ્યો છે. ભયભીત થયેલા પાકિસ્તાનને ડર છે કે, ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે, જેના કારણે આખુ પાકિસ્તાન એલર્ટ પર આવી દોડધામ કરી રહ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત 11 રાજ્યોના 26 બેંકોનું મર્જર, જુઓ યાદી

Tags :