અમેરિકા હવે પાકિસ્તાનને આપશે AMRAAM મિસાઇલ, જાણો તેની સામે ભારતની HAMMER અને SCALP કેટલી શક્તિશાળી?
Pakistan to buy AMRAAM missiles : ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન અમેરિકાની શરણે પહોંચ્યું છે. એટલે પાકિસ્તાનના પીએમ શહબાજ શરીફથી લઈને આર્મી ચીફ આસિમ મુનીર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે માથું નમાવવું પડ્યું. જ્યાં તેમણે અનેક પ્રકારની સેન્ય ડીલને અંજામ આપી હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનને અમેરિકા પાસેથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ (AMRAAM) મળવાની શક્યતા છે.
AMRAAM મિસાઇલની ખાસિયત
AMRAAM મિસાઇલની ખાસિયતની વાત કરીએ તો, AIM-120 ઍડ્વાન્સ્ડ મીડિયમ રેન્જ એર-ટુ-એર મિસાઇલ છે, જે દુશ્મના વિમાનને લાંબા અંતરેથી નિશાનો બનાવવા માટે સક્ષમ છે. જેને F-16 ફાલ્કન લડાકુ વિમાનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. હાલના સમયે AMRAAMનું C5 વર્ઝન પાકિસ્તાન વાયુ સેના પાસે છે, જ્યારે નવો કરાર C8 અને D3 વર્ઝનના ઉત્પાદન માટે છે. AIM-120D અને તેનું નવીનતમ સંસ્કરણ AIM-120D-3 યુએસ એરફોર્સ (USAF) અને નેવી સાથે સેવામાં સૌથી અદ્યતન એર-ટુ-એર મિસાઇલમાંનું એક છે. AIM-120Dની મહત્તમ રેન્જ 180 કિલોમીટરથી વધુ છે, જે તેને આધુનિક યુદ્ધભૂમિ પર લાંબા અંતર પર દુશ્મન વિમાનો, ડ્રોન અને ક્રુઝ મિસાઇલને સચોટ રીતે નિશાન બનાવવાની ક્ષમતા આપે છે.
રાફેલ ફાયટર જેટમાં મિસાઇલનો ઉપયોગ
ભારતીય વાયુ સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલનો ઉપયોગ કરીને પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી હતી. એરફોર્સે રાફેલમાં જે મિસાઇલનો ઉપયોગ કર્યો હતો, જેમાં 2 મહત્ત્વપૂર્ણ છે. SCALPને ક્યારેક સ્ટોર્મ શેડો કહેવામાં આવે છે, તે યુરોપિયન કંપની MBDA દ્વારા વિકસિત લાંબા અંતરની ચોકસાઇવાળી ક્રુઝ મિસાઇલ છે. તેની રેન્જ આશરે 250થી 560 કિલોમીટર છે અને તેનું વજન આશરે 1,300 કિલોગ્રામ છે. તેની ગતિ આશરે 1,000 કિલોમીટર પ્રતિ કલાક છે. SAFRAN દ્વારા વિકસિત HAMMER, એક એર-લોન્ચ કરેલ ગાઇડેડ મ્યુનિશન છે. જેની રેન્જ આશરે 20થી 70 કિલોમીટર છે અને મિશનની જરૂરિયાતોને આધારે તેનું વજન 125 કિલોગ્રામથી 1000 કિલોગ્રામ સુધી પસંદ કરી શકાય છે.
રાફેલની ખાસિયત
રાફેલ એક મલ્ટી-રોલ ફાયટર જેટ (MRFA) છે, જેને ફ્રાન્સની ડસોલ્ટ એવિએશને ડેવલોપ કર્યું છે. આ વિમાન હવાથી હવા અને હવાથી જમીન બંને પ્રકારના મિશનમાં કામે આવે છે. તેની મહત્તમ સ્પીડ આશરે 2,200 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેની રેન્જ આશરે 3,700 કિલોમીટર છે. તેની ઇંધણ ક્ષમતા આશરે 11,200 લિટર છે અને તે 50,000 ફૂટ સુધી ઉડી શકે છે. રાફેલમાં 30 મિ.મી.ની તોપ અને 14 હાર્ડપોઇન્ટ હોય છે. જેના પર મિસાઇલ અને બોમ્બ લગાવી શકાય છે. જેનાથી આધુનિક AESA રડાર, ડેટા લિંક અને ઇલેક્ટ્રોનિક વોરફેયર સિસ્ટમથી સજ્જ છે, જે તેને કોઈપણ વાતાવરણમાં અસરકારક બનાવે છે.
આ પણ વાંચો: ભારતે પાકિસ્તાન-રશિયા-ચીન સાથે સૂર પરોવ્યાં, અમેરિકાને કહી દીધું કે તમારી આ વાત ખોટી..
રાફેલ વિમાન SCALP અને HAMMER બંને મિસાઇલને એક સાથે લઈ જઈ શકે છે. આનો અર્થ એ છે કે તે એક જ મિશનમાં લોન્ગ-રેન્જ અને મિડિયમ-રેન્જ બંને હુમલાઓ કરવામાં સક્ષમ છે. એર-રેફ્યૂઝિંગની સુવિધા તેને લાંબા સમય સુધી ઓપરેશન કરવાની ક્ષમતા આપે છે. F-16 માં ફીટ કરાયેલા AIM-120 AMRAAMની રેન્જ SCALP કરતા ઘણી ઓછી છે.