VIDEO : શાંતિ વાર્તા નિષ્ફળ થતાં પાકિસ્તાન ભડક્યું, અફઘાનિસ્તાન પર ફરી કર્યો હુમલો, સરહદી વિસ્તારોમાં દહેશત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Social Media |
Pakistan Afghanistan Conflict: અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર શાંતિની આશા ફરી ધૂંધળી બની ગઈ છે. કાબુલમાં શાંતિ નિષ્ફળ જવાથી પાકિસ્તાને ફરી અફઘાનિસ્તાન પર ગુરુવારે હુમલો કરી દીધો હતો. જેથી આ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. પાકિસ્તાની હુમલા પછી અફઘાનિસ્તાનની બોર્ડર પર લોકો ભાગતા જોવા મળ્યા હતા. ત્યાર બાદ કેટલીક જગ્યા પર ધુમાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: ફિલિપાઇન્સમાં કાલમેગી વાવાઝોડાએ મચાવી તબાહી, મૃત્યુઆંક 241ને પાર, જુઓ ભયાનક દૃશ્યો
પાકિસ્તાને કર્યો યુદ્ધવિરામ ભંગ
શાંતિ વાર્તા નિષ્ફળ જતાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામ ભંગ ક્રયો છે. પાકિસ્તાન સેનાએ કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડાક જિલ્લાના લુકમાન ગામમાં અફગાન તાલિબાનના સીમા રક્ષકો પર આડેધડ ગોળીબાર કર્યો હતો, ત્યાર બાદ મોર્ટાર હુમલા પણ કર્યા હતા. ટોલો ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની પક્ષે આ વિસ્તારમાં એક નાગરિક ઘરને નીશાન બનાવ્યું હતું. જેથી સ્થાનીક લોકોમાં દહેશત ફેલાઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે બંને દેશો વચ્ચે હાલમાં જ યુદ્ધવિરામ અંગે કરવામાં આવેલા કરારને તોડી નાખ્યો છે. આ ઘટના ગુરુવારે સવારે 6 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી અને સાંજ પડતાં તે વધુ તીવ્ર બની હતી.
કોઈ ઉશ્કેરણી વગર પાકિસ્તાને કર્યો ગોળીબાર
અફઘાન તાલિબાનના પ્રવક્તા જબરુલ્લાહ મુજાહિદે કહ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ ઉશ્કેરણી વિના અફઘાન સરહદ રક્ષકો પર ગોળીબાર કર્યો હતો. મુજાહિદે કહ્યું, 'અમારી સેનાએ જવાબી કાર્યવાહી કરી, પરંતુ અમારી પહેલી પ્રાથમિકતા નાગરિકોની સુરક્ષા છે. ગોળીબારની શરૂઆત પછી પાકિસ્તાને મોર્ટાર છોડ્યા, જે લુકમાન ગામમાં એક ઘર પર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરને નોંધપાત્ર નુકસાન થયું. સ્થાનિક રહેવાસી અબ્દુલ્લા ખાને ફોન દ્વારા જણાવ્યું હતું કે, 'અમે અમારા રોજિંદા જીવન જીવી રહ્યા હતા, ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયો હતો. બાળકો ડરના કારણે સંતાઈ ગયા હતા. આ યુદ્ધવિરામનો શું મતલબ.'
પાકિસ્તાન ત્રીજીવાર કર્યો હુમલો
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિનામાં પાકિસ્તાને આ ત્રીજીવાર અફઘાનિસ્તાન સરહદ પર આટલી આક્રમકતા બતાવી છે. ટીકાકારોનું કહેવું છે કે, પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા જૂથોને આશ્રય આપવાના આરોપોનો બદલો લઈ રહ્યું છે. અફઘાન સરકારે સંયુક્ત રાષ્ટ્રના હસ્તક્ષેપની માંગ કરી છે. જ્યારે પાકિસ્તાને તેને "સીમા સુરક્ષા અભિયાન" તરીકે વર્ણવ્યું છે. કંદહારના ગવર્નરે કટોકટીની સ્થિતિ જાહેર કરી અને સરહદી વિસ્તારના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. આંતરરાષ્ટ્રીય સમુદાય ચિંતિત છે.
આ પણ વાંચો: ગાઝામાં 20,000 સૈનિકો મોકલવા પાકિસ્તાનને અમેરિકાનો આદેશ ! પાક. આર્મી પણ તૈયાર
અમેરિકાએ બંને પક્ષોને સંયમ રાખવાની કરી અપિલ
અમેરિકાએ બંને પક્ષોને સંયમ રાખવાની કરી અપિલ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, આ સંઘર્ષ ક્ષેત્રિય વિસ્તારને ખતરામાં નાખી શકે છે, વિશેષ કરીને જ્યારે અફઘાનિસ્તાન પહેલેથી જ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યું છે. જો કે, અફઘાન સેના હાઈ એલર્ટ પર છે અને સીમા પર સુરક્ષા વધારવામાં આવી છે. હાલમાં જ વિશ્વની નજર સતત આ સંવેદનશીલ સરહદ મંડાયેલી છે.









