Get The App

20000 સૈનિકોની તૈનાતી પર પાકિસ્તાને આપ્યુ આવુ નિવેદન

Updated: Jul 2nd, 2020

GS TEAM

Google News
Google News
20000 સૈનિકોની તૈનાતી પર પાકિસ્તાને આપ્યુ આવુ નિવેદન 1 - image

ઇસ્લામાબાદ, તા.2 જુલાઈ 2020, ગુરૂવાર

ચીનના ઈશારે ભારતને ઘેરવા માટે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં પાકિસ્તાને 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલોથી સોશ્યલ મીડિયા  અને મીડિયામાં ભારે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાકિસ્તાને આ અહેવાલનો રદિયો આપ્યો છે.

20000 સૈનિકોની તૈનાતી પર પાકિસ્તાને આપ્યુ આવુ નિવેદન 2 - imageજોકે પાકિસ્તાનનો રદિયો પણ જુઠ્ઠાણુ હોઈ શકે છે.પાકિસ્તાને એક નિવેદનમાં કહ્યુ છે કે, ભારતમાં મીડિયા અ્ને સોશ્યલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે, એલઓસી પાસે પાકિસ્તાને સેનાના વધારાના જવાનો મોકલ્યા છે, પાકિસ્તાનનુ સ્કાર્દૂ એરબેઝ ચીનના સૈનિકો ઉપયોગમાં લઈ રહ્યા છે, આ તમામ વાતો ખોટી છે.ચીનની સેના પણ પાકિસ્તાનમાં મોજુદ નથી.

જોકે પાકિસ્તાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના તનાવનો ફાયદો ઉઠાવવા માંગે છે.માટે જ તેણે એલઓસી પાસે 20000 સૈનિકો તૈનાત કર્યા હોવાના અહેવાલો ગઈકાલે આવ્યા હતા.જે ભારત પર દબાણ વધારવા માટે પાકિસ્તાનની હરકત હોવાનુ કહેવાય છે.એવુ પણ કહેવાય છે કે, પાકિસ્તાને કરેલી સૈનિકોની તૈનાતી બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ કરેલી તૈનાતી કરતા પણ વધારે છે.

Tags :