Get The App

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતા 11 મુસાફરોના મોત

Updated: Apr 7th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતા 11 મુસાફરોના મોત 1 - image

Pakistan Road Accident : પાકિસ્તાનના પંજાબ પ્રાંતનાં જારણવાલામાં આજે (7 એપ્રિલ) ભયાનક માર્ગ અકસ્માત થયો છે, જેમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. અકસ્માતમાં મહિલાઓ અને બાળકોએ પણ જીવ ગુમાવ્યા છે. એવું કહેવાય છે કે, થ્રી-વ્હિલર વાહન અથડાયા બાદ પેસેન્જર બસના ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવ્યો હતો અને પલટી મારી ગઈ હતી.

ઘટનાસ્થળે 8ના મોત

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક પેસેન્જર બસ ઝરાંવાલાથી લાહોર જઈ રહી હતી. બસ એક વાહન સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રોડ પરથી ઉતરી ગઈ અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તો પૈકી ત્રણનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો : દુનિયાભરના શેરબજારમાં હાહાકાર છતાં ટ્રમ્પ ટસના મસ નહીં, કહ્યું- અમુક વખત 'દવા' લેવી પડે

સ્થાનિક લોકોએ મદદ કરી

અકસ્માત બાદ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં મદદ કરી હતી. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

CM મરિયમ નવાઝે દુઃખ વ્યક્ત કર્યું

પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે આ દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે અધિકારીઓને ઈજાગ્રસ્તોને સારી તબીબી સુવિધાઓ આપવા પણ કહ્યું છે. આ અકસ્માતથી સમગ્ર પંજાબમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

આ પણ વાંચો : ટ્રમ્પ અંગે કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ! જાણો જ્યોતિષે શું આગાહી કરી હતી?