Get The App

પીએમ મોદી માનસિક રોગના દર્દી છે, ઈમરાનખાનનો બેફામ વાણી વિલાસ

Updated: Jun 28th, 2020

GS TEAM

Google News
Google News
પીએમ મોદી માનસિક રોગના દર્દી છે, ઈમરાનખાનનો બેફામ વાણી વિલાસ 1 - image


ઈસ્લામાબાદ ,તા. 28. જુન 2020 રવિવાર

પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાનખાને ફરી એક વખત પીએમ નરેન્દ્ર મોદી માટે બેફામ વાણી વિલાસ કર્યો છે.

ઈમરાને કહ્યુ હતુ કે, પીએમ મોદી સામાન્ય માણસ નથી પણ માનસિક રોગના દર્દી છે અને ભારતને તે બરબાદી તરફ લઈ જઈ રહ્યા છે.પીએમ મોદી કાશ્મીરમાં નરસંહાર કરાવી રહ્યા છે.આંતરરાષ્ટ્રિય સ્તરે આ વાતની નોંધ લેવાવી જોઈએ.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈમરાને કહ્યુ હતુ કે, કાશ્મીરના લોકોની આઝાદી માટે થઈ રહેલા સંઘર્ષને દબાવી નહી શકાય.

ઈમરાનખાન સરકાર સરહદ નજીક રહેલા લોકોને રોકડ સહાય કરવાની એક સ્કીમ લોન્ચ કરી છે.જેમાં ઈમરાને ઉપરોક્ત વાત કહી હતી.

ઈમરાનખાન અગાઉ પણ પીએમ મોદી માટે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરી ચુક્યા છે.તાજેતરમાં ઈમરાનખાને આતંકી ઓસામા બીન લાદેનને પણ શહીદ કહેતા તેમના પર પસ્તાળ પડી હતી.દુનિયાના બીજા દેશોએ પણ આ નિવેદનની ટીકા કરી હતી.

Tags :