World

'અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલથી લાંચ લે છે અને હું બંધ રૂમમાં...', પાક. મંત્રીની ચોંકાવનારી કબૂલાત

By GS TEAM
17 Sep 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કંઇક એવું કહી દીધું જેણે ફરી એકવાર તેમના દેશની પોલ ખોલી દીધી છે. હકીકતમાં આ મામલો લાંચ લેવા સાથે જોડાયેલો છે. ખ્વાજા આસિફે કબૂલાત કરી કે, તેમને લાંચ લેવી હશે તો કોઈ બંધ રૂમમાં લેશે જાહેરમાં નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલથી લાંચ લે છે અને હું બંધ રૂમમાં...', પાક. મંત્રીની ચોંકાવનારી કબૂલાત

Image: IANS



Pakistan Defence Minister Khwaja Asif: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કંઇક એવું કહી દીધું જેણે ફરી એકવાર તેમના દેશની પોલ ખોલી દીધી છે. હકીકતમાં આ મામલો લાંચ લેવા સાથે જોડાયેલો છે. ખ્વાજા આસિફે કબૂલાત કરી કે, તેમને લાંચ લેવી હશે તો કોઈ બંધ રૂમમાં લેશે જાહેરમાં નહીં. 

આ પણ વાંચોઃ રશિયા-યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે, અબજો ડૉલરનું ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ

અમેરિકા પર લગાવ્યો આરોપ

ખ્વાજા મોહમ્મદ આસિફે અમેરિકા પર જાહેરમાં ઈઝરાયલ પાસેથી લાંચ લેવાનો આરોપ લગાવ્યો. પાકિસ્તાની ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે આ આરોપ લગાવતા કહ્યું કે, અમેરિકન રાજનેતા ઈઝરાયલ પાસેથી જાહેરમાં લાંચ લે છે અને પાકિસ્તાનને લાંચ લેવાના આરોપમાં બદનામ કરે છે. 

'બંધ બારણે લાંચ લઇશ...'

આસિફે કહ્યું કે, 'ઈઝરાયલ લૉબી તેમને (અમેરિકન નેતાઓને) ફાઇનાન્સ કરે છે. અમે તો અમથા જ બદનામ છીએ કે, અમે કોઈ પાસેથી પૈસા લઈએ છીએ. અમેરિકા તો ધોળા દિવસે પૈસા લે છે. હું તો પણ બંધ બારણે પૈસા લઇશ. અમેરિકાની બ્યૂરોક્રેસી (નોકરશાહી) અને સંરક્ષણ સંસ્થાઓને ઈઝરાયલ લૉબી જાહેરમાં ફન્ડિંગ કરે છે. તે બધા પેરોલ પર છે. અમે તો અમથા જ બદનામ છીએ. હું કમ સે કમ ચોરીથી લઇશ જેથી શાહબઝાતે જેવા એન્કર પ્રોગ્રામ ન બનાવી દે.'

આ પણ વાંચોઃ કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી ઉચ્ચારી

ત્યાર બાદ ટીવી એન્કરે સ્મિત સાથે મંત્રીને ચેતવણી આપી કે, આ ક્લિપ વાઈરલ થઈ જશે. તો આસિફે કહ્યું કે, 'થઈ જવા દો.' હવે આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયું છે અને પાકિસ્તાનના આંતરિક રાજકારણને લઈને આંતરરાષ્ટ્રીય સંબધો સુધી વિવાદ ઊભો થયો છે. 

વિપક્ષના આરોપોને નકાર્યા

સંરક્ષણ મંત્રી આસિફે વિપક્ષી પાર્ટીઓ, ખાસ કરીને પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સરકાર પર વિદેશી તાકતો પાસેથી ફન્ડિંગ લેવાનો આરોપને નકારી દીધો હતો. તેમણે આ આરોપને નકારતા અમેરિકાનું ઉદાહરણ આપ્યું હતું.