World

પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
પાકિસ્તાનમાં રવિવારે (29મી જૂન) સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 3:54 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ભાગમાં હોવાનું કહેવાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનમાં વહેલી પરોઢે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, લોકોએ ઊંઘમાંથી ઊઠી દોટ મૂકી
Representative image

Earthquake In Pakistan: પાકિસ્તાનમાં રવિવારે (29મી જૂન) સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 3:54 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 હતી. જોકે હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ભાગમાં હોવાનું કહેવાય છે.

સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ 

અહેવાલો અનુસાર, ભૂકંપ હળવો હોવા છતાં, સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. ભૂકંપ આવતાની સાથે જ ઘણી જગ્યાએ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. હાલમાં પરિસ્થિતિ સામાન્ય હોવાનું કહેવામાં આવી રહ્યું છે.



અગાઉ પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો

પાકિસ્તાન વિશ્વના સૌથી વધુ ભૂકંપ સક્રિય દેશોમાંનો એક છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. ગત મહિને 10મી મેના રોજ, ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં 4.0 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, અને તેનું સ્થાન 29.67 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 66.10 ડિગ્રી પૂર્વ રેખાંશ પર નોંધાયું હતું.

આ પણ વાંચો: ઈઝરાયલની ગાઝામાં ભયંકર 'સ્ટ્રાઈક', 7 ઓક્ટોબરના હુમલાના માસ્ટર માઈન્ડ સહિત 62નાં મોત

પાકિસ્તાનમાં સૌથી વધુ ભૂકંપ કેમ આવે છે?

પાકિસ્તાન ભૌગોલિક રીતે યુરેશિયન અને ભારતીય ટેક્ટોનિક પ્લેટોને ઓવરલેપ કરે છે. બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રાંતો ઈરાની ઉચ્ચપ્રદેશ પર યુરેશિયન પ્લેટની દક્ષિણ ધાર પર સ્થિત છે. સિંધ, પંજાબ અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર પ્રાંતો દક્ષિણ એશિયામાં ભારતીય પ્લેટની ઉત્તરપશ્ચિમ ધાર પર સ્થિત છે. આવી સ્થિતિમાં, આ બે ટેક્ટોનિક પ્લેટો એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.